In the controversy over Jaynarayan Vyas in Vadodara
  • Home
  • Baroda
  • વડોદરામાં જયનારાયણ વ્યાસે BJPનો ખેસ પહેરવાનો કરી દીધો ઇનકાર, કહ્યું કે- ‘હું ખેસ પહેરું તો…’

વડોદરામાં જયનારાયણ વ્યાસે BJPનો ખેસ પહેરવાનો કરી દીધો ઇનકાર, કહ્યું કે- ‘હું ખેસ પહેરું તો…’

 | 3:14 pm IST

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને ભાજપમાં કાઉન ડાઉન ચાલી રહ્યું છે. ભાજપ તબક્કાવાર તમામ મતવિસ્તારો અને શહેરોમાં પોતાની સેન્સ લઇ રહ્યું છે. ત્યારે વડોદરામાં આજે ભાજપના હોદ્દેદારોની સેન્સ લઇ રહ્યા હતા. ત્યારે એક એવી ઘટના બનતા જયનારાયણ વ્યાસ અહેવાલોમાં ચમક્યા હતા.

વડોદરામાં આજે ભાજપના નિરીક્ષકો હોદ્દેદારોની સેન્સ લઇ રહ્યા હતા, ત્યારે ત્યારે જયનારાયણ વ્યાસ વિવાદોમાં સપડાયા હતા. ભાજપના જયનારાયણ વ્યાસે સેન્સ દરમિયાન BJPનો ખેસ ન પહેરતા વિવાદનું ઘર બન્યું હતું. હાલ જયનારાયણે ખેસ ન પહેરતા લોકોને લાગી રહ્યું છે કે, ભાજપથી જયનારાયણ વ્યાસ નિરાશ છે, જેના કારણે તેઓએ આજે ભાજપનો ખેસ પહેર્યો નહોતો.

વડોદરાના સાંસદ રંજન ભટ્ટે જ્યારે જયનારાયણ વ્યાસને ભાજપનો ખેસ પહેરવાનું કીધું, ત્યારે જયનારાયણ વ્યાસે ખેસ પહેરવાનો ધરાહર ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, હું ખેસ પહેરું તો જ ભાજપનો કહેવાઉં એવું જરૂરી નથી, આટલું બોલતા તેઓ પ્રકાશમાં આવી ગયા હતા, અને તેમને લઇને અનેક વાતો વહેતી થઇ હતી.

આ સિવાય જયનારાયણ વ્યાસે વધુમાં ઉમેર્યું કે, આટલા વર્ષો બાદ હવે ભાજપનો ખેસ પહેરું તો જ હું ઓળખાવું એ પણ જરૂરી નથી..લોકો મને ઓળખે જ છે. આ તમામ સંવાદ ત્યાં હાજર મીડિયાના કેમેરામાં કેદ થયા હતા. બાદમાં જયનારાયણ મીડિયાના હેડલાઇનમાં આવી ગયા હતા. હવે જ્યારે આ મુદ્દો મીડિયામાં છવાઇ ગયો છે ત્યારે જયનારાયણ વ્યાસ વિવાદનું કારણ બને તો નવાઈ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન