In the country, 18,132 new cases of corona were reported in 24 hours
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દેશમાં 24 કલાકમાં કોરોનાના 18,132 નવા કેસીસ નોંધાયા

દેશમાં 24 કલાકમાં કોરોનાના 18,132 નવા કેસીસ નોંધાયા

 | 7:20 am IST
  • Share

  • દેશમાં કોરોના નબળો પડયો હોવાનો મજબૂત સંકેત
  • માર્ચ 2020 પછીનો સૌથી ઊંચો રિકવરી રેટ 98 ટકા નોંધાયો
  •  24 કલાકમાં કોરોનાથી કુલ 193 લોકોનાં મૃત્યુ થયાં હતાં

દેશમાં પાછલા 24 કલાક દરમિયાન કોરોનાના 18,132 નવા કેસીસ નોંધાયા હતાં, કે જે 215 દિવસમાં સૌથી ઓછા છે. પાછલા 24 કલાકમાં કોરોનાથી કુલ 193 લોકોનાં મૃત્યુ થયાં હતાં. પાછલા 24 કલાકમાં 21,563 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતાં, જે પછી કોરોનામાંથી સાજા થયેલાં લોકોની કુલ સંખ્યા 3,32,93,478 છે. હાલમાં રિકવરી રેટ 98 ટકા છે જે માર્ચ 2020 પછીનો સૌથી ઊંચો રેટ છે.

દેશમાં હાલમાં કુલ એક્ટિવ કેસીસ 2,27,347 છે કે, જે પાછલા 209 દિવસમાં સૌથી ઓછા છે. વીકલી પોઝિટિવિટી રેટ 1.53 ટકા છે જે 108 દિવસથી ત્રણ ટકાની નીચે જળવાયો છે. ડેઇલી પોઝિટિવિટી રેટ 1.75 ટકા છે જે પાછલા 42 દિવસથી ત્રણ ટકાની નીચે છે.    પાછલા 24 કલાકમાં 46,57,679 લોકોને વેક્સિન ડોઝ આપવામાં આવ્યો હતો, દેશમાં અત્યાર સુધીમાં કુલ 95,19,84,373 વેક્સિન ડોઝ અપાયા છે, તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડામાં જણાવાયું હતું.

ડેલ્ટા વેરિઅન્ટ સામે રસી 92 ટકા સુધી અસરકારક :અભ્યાસ

કોવિડ-19ના ગંભીર કેસીસને રોકવામાં વેક્સિનેશન અત્યંત અસરકારક છે અને ડેલ્ટા વેરિયન્ટ સામે પણ તે એટલું જ પ્રભાવશાળી છે તેમ ફ્રાન્સમાં મોટાપાયે થયેલાં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. 50 વર્ષથી વધારે વયના 2.2 કરોડ લોકોના ડેટાની તપાસમાં જાણવા મળ્યું હતું કે વેક્સિન લેનારા લોકોમાં ગંભીર બીમારીથી હોસ્પિટલમાં ભરતી થવા અથવા મૃત્યુની ટકાવારીમાં 92 ટકા સુધીના ઘટાડાની સંભાવના હતી. સંશોધનકારોએ વેક્સિન લીધેલા 1.1 કરોડ લોકોના ડેટાની સરખામણી વેક્સિન નહીં લેનાર 1.1 કરોડ લોકોના ડેટા સાથે કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો