દેશના ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ : યુપી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પૂરની સ્થિતિ - Sandesh
  • Home
  • India
  • દેશના ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ : યુપી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પૂરની સ્થિતિ

દેશના ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ : યુપી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પૂરની સ્થિતિ

 | 2:43 am IST

। લખનઉ/નવી દિલ્હી ।

મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદ અટકવાનું નામ લેતો નથી. મોડે મોડે સક્રિય થયેલું ચોમાસું અનેક જગ્યાએ કેર વર્તાવી રહ્યું છે. હવામાન વિભાગે પિૃમી મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને યુપી સહિત ૧૩ રાજ્યોમાં લગાતાર બે દિવસની ભારે વરસાદની આગાહી કરી છે. મધ્યપ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં લગાતાર વરસાદને કારણે નદી નાળા ઉભરાઈ રહ્યાં છે. મધ્યપ્રદેશના નીમચ અને રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં પૂર જેવી હાલત છે. ભોપાલમાં ખરાબ મોસમ અને લો વિઝિબિલીટને કારણે રાજાભોગ એરપોર્ટ પર ૩ કલાક સુધી ફ્લાઈટ ઠપ્પ રહી હતી. હજ યાત્રીઓની ફ્લાઈટને નાગપુર તરફ ડાયવર્ટ કરવી પડી હતી. મધ્યપ્રદેશમાં છેલ્લા ૧૦-૧૨  દિવસથી મુશળધાર વરસાદ અને ગાંડીતૂર નદીઓનાં ઘોડાપુર  ભોપાલ, મંદસૌર, ઉજ્જૈન, ધાર, ઝાબુઆ, રતલામ, ઈન્દૌર,  ખંડવા સહિત અનેક શહેરો અને જિલ્લા પાણીમાં ડૂબાડૂબ છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, સિક્કીમ, આંદોમાન અને  નિકોબાર, આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની આગાહી  કરી છે.

કોટામાં અત્યાર સુધી સાડા પાંચ લાખ ક્યુસેક પાણી છોડાતાં પૂર

કોટામાં અત્યાર સુધી સાડા પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જિલ્લા સત્તાવાળાઓએ નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ  રહેવાની તાકીદ કરાઈ છે. અસરગ્રસ્ત લોકોની સહાય માટે કોટામાં  ગ્દડ્ઢઇહ્લની ટીમ બોલાવાઈ છે. હવામાન વિભાગે સોમવારે આ રાજ્યોમાં ભારે વરસાદની  આગાહી કરી છે. કોટા બેરેજના ૧૮ ગેટ ખોલવામાં આવતા  કોટામાં પૂર જેવી પરિસ્થિતિ પેદા થઈ હતી.

લુણી નદીમાં ડૂબતાં પોલીસ અધિકારીનું મોત થયું

રાજસ્થાનના બાલોતરા શહેરની લુણી નદીમાં નાહવા પડેલા પોલીસ અધિકારી અને તેમના મિત્રનું મોત થયું હતું. સહાયક સબ ઈન્સપેક્ટર કાનારામ ભીલ અને તેમના મિત્ર સિતારા મેઘવાળ નદીમાં તરી રહ્યાં હતા ત્યારે અચાનક ઊંડા પાણીમાં ચાલ્યાં જતા ડૂબી ગયા હતા.

ચિત્તોડગઢમાં ૩૫૦ બાળકો અને ૫૦ શિક્ષક ફસાયા

દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પર મોટાપાયે પર અસર પડી છે. રાજસ્થાનમાં પણ મૂશળધાર વરસાદને  કારણે પરિસ્થિતિ ખરાબ બની છે. ચિત્તોડગઢમાં વરસાદની પાણીની વચ્ચે એક સ્કૂલમાં ૩૫૦ બાળકો અને ૫૦ શિક્ષક ફસાયા હતા. રાણાપ્રતાપ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓ ગાંડીતૂર બની છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હતા. તેથી ૩૫૦ બાળકો શાળામાં ફસાયા હતા. સ્થાનિક લોકો બાળકો અને શિક્ષકોની મદદમાં ઉતર્યાં હતા. બાળકોને ખાવા-પીવાની ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. રાણા પ્રતાપ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા રસ્તાઓ પર પાણી જ પાણી છવાયું હતું.

યુપીમાં પૂર  

ભારે વરસાદને કારણે યુપીના પ્રયાગરાજમાં પૂર આવ્યું છે. ગંગા નદીના કિનારાના ઘરો પાણીમાં ડૂબી ગયા હતા પરિણામે  સ્થાનિક લોકોને ઘરની છત પર આશરો લેવાનો વખત આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન