જોકોવિચ-નિશિકોરી સેમિમાં ટકરાશે - Sandesh
  • Home
  • Newspaper
  • જોકોવિચ-નિશિકોરી સેમિમાં ટકરાશે

જોકોવિચ-નિશિકોરી સેમિમાં ટકરાશે

 | 1:08 am IST

। ન્યૂયોર્ક ।

સર્બિયાના અનુભવી ટેનિસ ખેલાડી નોવાકજોકોવિચે વર્ષના ચોથા ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે જ્યાં તેનો સામનો જાપાનના કેઈ નિશિકોરી સામે થશે.

જોકોવિચે ૫૫મો ક્રમાંક ધરાવતા ઓસ્ટ્રેલિયાના જ્હોન મિલમેનને ૬-૩, ૬-૪, ૬-૪થી પરાજય આપ્યો હતો. મિલમેન ચોથા રાઉન્ડમાં ફેડરરને પરાજય આપી અહીં પહોંચ્યો હતો પરંતુ જોકોવિચે ઊલટફેરથી બચતાં મિલમેનને હરાવી અંતિમ ચારમાં સ્થાન બનાવ્યું હતું. જાપાનનના કેઈ નિશિકોરીએ પાંચ સેટ સુધી ચાલેલી મેચમાં ક્રોએશિયાના મારિન સિલિચને ૨-૬, ૬-૪, ૭-૬, ૪-૬, ૬-૪થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે ૨૦૧૪ની ફાઇનલમાં સિલિચ સામે મળેલી હારનો બદલો પણ લીધો હતો. કાંડાની ઈજાને કારણે ગત વર્ષે યુએસ ઓપનની બહાર રહેલા નિશિકોરીએ ૨૦૧૪માં તે વખતના નંબર વન ખેલાડી નોવાક જોકોવિચને પરાજય આપી કોઈ પણ ગ્રાન્ડ સ્લેમમાં પુરુષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ મેળવનાર પ્રથમ એશિયન ખેલાડી બન્યો હતો. તે પછી નિશિકોરી એકેય ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી શક્યો નહોતો.

ઓસાકા-કેઇસ અંતિમ ચારમાં  

મહિલા સિંગલ્સમાં ગત વર્ષની રનર અપ મેડિસન કેઇસ અને જાપાનની યુવા ખેલાડી નાઓમી ઓસાકા સેમિફાઇનલમાં ટકરાશે. કેઇસે સ્પેનની કાર્લા નોવારો સુઆરેઝને ૬-૪, ૬-૩થી હરાવી અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો હતો. જાપાનની ૨૦ વર્ષીય નાઓમી ઓસાકાએ યૂક્રેઇનની લેસિયા સુરેન્કોને હરાવી અંતિમ ચારમાં સ્થાન બનાવ્યું હતું. ઓસાકા ૨૨ વર્ષમાં પ્રથમ વાર કોઈ ગ્રાન્ડ સ્લેમમાં મહિલા સિંગલ્સની સેમિમાં પહોંચનાર પ્રથમ જાપાની ખેલાડી બની હતી. ઓસાકાએ સુરેન્કો સામે ૬-૧, ૬-૧થી જીત મેળવી હતી. ઓસાકા પહેલાં કિમિકો ડેટે ૧૯૯૬માં વિમ્બલ્ડનની સેમિમાં સ્થાન બનાવ્યું હતું. પુરુષ સિંગલ્સમાં નિશિકોરી પણ અંતિમ ચારમાં પહોંચી ગયો છે. આમ, પુરુષ અને મહિલા સિંગલ્સની સેમિમાં પ્રથમવાર જાપાનના બંને ખેલાડીઓ પહોંચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન