ફિલ્મમાં સલમાનની પાછળ ડાન્સ કરનાર બન્યો સલ્લુનો દિગ્દર્શક - Sandesh
  • Home
  • Entertainment
  • ફિલ્મમાં સલમાનની પાછળ ડાન્સ કરનાર બન્યો સલ્લુનો દિગ્દર્શક

ફિલ્મમાં સલમાનની પાછળ ડાન્સ કરનાર બન્યો સલ્લુનો દિગ્દર્શક

 | 3:16 am IST

રેસ-૩ના ટ્રેલર લોન્ચિંગ સમયે રેમો ડિસોઝાએ એક મજેદાર વાત કહી હતી. રેમોના જણાવ્યા મુજબ એની કરિયરની પહેલી ફિલ્મ જેમાં એને બેક-ડાન્સર તરીકે કામ કર્યું હતું એ ટિપ્સની જ ફિલ્મ ઓજાર હતી. આ ફિલ્મમાં સલમાનની પાછળ ડાન્સ કરી રહ્યો હતો. આજે એ સલમાનને ડિરેક્ટ કરી રહ્યો છું. ઘણી મજેદાર સફર રહી. બીજી એક કનેક્શન એ પણ છે કે રેસ-૧માં ડેઝી સિંહ કોરિયોગ્રાફી ટીમમાં હતી અને હવે આ ફિલ્મનો હિસ્સો બની છે. અબ્બાસ મસ્તાન વિશે મજાકિયા અંદાજમાં સલમાને કહ્યું હતું કે રેમો પર ઘણું પ્રેશર છે કારણ, અબ્બાસ મસ્તાન સહિત ભાઈઓ વ્હાઇટ કપડાંમાં ફિલ્મ બનાવે છે અને બતાવે છે. જ્યારે રેમો એકલો કાળા કપડાંમાં ફિલ્મ બનાવી રહ્યો છે.