૨૦૨૦-૨૧ના પહેલા છ મહિનામાં સોનાની આયાતમાં ૫૭ ટકાનો ઘટાડો - Sandesh
  • Home
  • Business
  • ૨૦૨૦-૨૧ના પહેલા છ મહિનામાં સોનાની આયાતમાં ૫૭ ટકાનો ઘટાડો

૨૦૨૦-૨૧ના પહેલા છ મહિનામાં સોનાની આયાતમાં ૫૭ ટકાનો ઘટાડો

 | 12:09 am IST

। નવી દિલ્હી ।

દેશમાં ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં સોનાની આયાતમાં ૫૭ ટકાનો જંગી ઘટાડો નોંધાયો હતો. ફક્ત ૬.૮ અબજ ડોલર મૂલ્યનું એટલે કે રૂ. ૫૦,૬૫૮ કરોડની કિંમતનું સોનું જ આયાત કરવામાં આવ્યું હતું. કોરોનાને કારણે સોના-ચાંદીની આયાતમાં મોટું ગાબડું પડયું હોવાનું વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું. સોના-ચાંદીની આયાત દેશની ચાલુ ખાતાની ખાધને પણ પ્રભાવિત કરતી હોય છે.

એપ્રિલથી સપ્ટેમ્બરમાં ભારતમાંથી પેસેન્જર વાહનોની નિકાસ ૫૮ ટકા ઘટી

એપ્રિલથી સપ્ટેમ્બરના છ મહિનાના સમયમાં ભારતમાંથી પેસેન્જર વાહનોની નિકાસમાં ૫૭.૫૨ ટકાનો ઘટાડો થયો હતો. કોરોનાને કારણે ગ્લોબલ માર્કેટમાં વાહનોની આયાત નિકાસને માઠી અસર થઈ હતી. વાહનોની ખરીદીમાં પણ આને કારણે ઘટાડો નોંધાયો હતો.   સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ્સ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના જણાવ્યા મુજબ પેસેન્જર વાહનોની નિકાસ ઘટીને ૧,૫૫,૧૫૬ નંગ થઈ હતી જે ગયા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ૩,૬૫,૨૪૭ નંગ નોંધાઈ હતી. પેસેન્જર કારની નિકાસ ૬૪.૯૩ ટકા ઘટીને ૧,૦૦,૫૨૯ નંગ થઈ હતી જે ગયા વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરમાં ૨,૮૬,૬૧૮ નંગ હતી. યુટિલીટી વાહનોની નિકાસ ૨૯.૬૭ ટકા ઘટીને ૫૪,૩૭૫ નંગ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન