ગાંધીધામમાં શો-રૃમના માલિકે કર્મચારીને બાથમાં લઈને આબરૃ લેવાનો પ્રયાસ કર્યો - Sandesh
  • Home
  • Bhuj
  • ગાંધીધામમાં શો-રૃમના માલિકે કર્મચારીને બાથમાં લઈને આબરૃ લેવાનો પ્રયાસ કર્યો

ગાંધીધામમાં શો-રૃમના માલિકે કર્મચારીને બાથમાં લઈને આબરૃ લેવાનો પ્રયાસ કર્યો

 | 2:00 am IST

કચ્છી વસ્ત્રો માટે જાણીતા ગાંધીધામના કચ્છકલા શો રૃમના માલિકે જન્મ દિવસ હોવાથી કેક કાપવામાં આવી હતી, ત્યારબાદ શો રૃમના માલિકે પરિણીત મહિલાને ઉપર આવેલી ઓફિસમાં બોલાવી તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતુ. તેમજ ચુંબન કરીને મહિલા પાસે અણછાજતી માંગણી કરતા વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે.
ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત જન્માષ્ટમીના પર્વે આ ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો. જેમાં શહેરના ચારસો ક્વાર્ટરમાં રહેતી અને કચ્છી પરંપરાગત કપડા માટે જાણીતા એવા કચ્છકલા શો રૃમમાં કામ કરતી પરિણીત મહિલા ગઈ તા.૩-૯ ના બપોરના ૧રઃ૩૦ વાગ્યાના અરસામાં શો રૃમ પર હતી. ત્યારબાદ જન્માષ્ટમીના પર્વે કચ્છકલા શો રૃમનો માલીક અબ્દુલ રહેમાન ખત્રીનો જન્મ દિવસ હોવાથી સ્ટાફ ગણ દ્વારા તેને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.
આરોપીના જન્મદિવસની ઉજવણી કરાયા બાદ તમામ સ્ટાફ પોતાની કામગીરીમાં જોડાઈ ગયો હતો. આ દરમિયાન કચ્છકલાના માલીક અબ્દુલે પરિણીતાને શો રૃમના ઉપરના માળે આવેલી ઓફિસમાં બોલાવી હતી. જેથી મહિલા ઓફિસમાં જતા આરોપીએ આલીંગનમાં લઈ લીધી હતી તેમજ ચુંબન કરી અભદ્ર વર્તન શરૃ કરી દેતા મહિલા હેબતાઈ ગઈ હતી. તેવામાં મહિલા કાંઈ સમજે વિચારે તે પહેલા આરોપીએ અણછાજતી માંગણી કરી આબરૃ લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ આરોપીનો પ્રતિકાર કરીને પોતાની જાતને મુક્ત કરાવી ઓફિસ નીચે ઉતરી ગઈ હતી અને સમગ્ર બનાવ અંગે સહકર્મીને જાણ કરી હતી, ત્યારબાદ બપોરના અરસામાં મહિલા ઘેર ચાલી ગઈ હતી અને બીજા દિવસે કામે ન જતા આરોપીએ ફોન કરીને કામે આવવા જણાવ્યું હતુ તેમજ જન્માષ્ટમીના દિવસે બનેલા બનાવ અંગે માફી માંગી હતી. આ દરમિયાન આરોપીની વર્તણૂંકથી ગભરાઈ ગયેલી મહિલાએ પતિને જાણ કરતા છ દિવસ બાદ આખરે મહિલાએ કચ્છકલા ૭૮૬ શો રૃમના માલીક અબ્દુલ ખત્રી સામે ફોજદારી નોંધાવી હતી. પરિણામે એ ડિવિઝન પોલીસે ગુનો નાંેધી પીએસઆઈ એચ. બી. ઘેલાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.