ચોટીલા તાલુકાના ગુંદા ગામે અંધશ્રધ્ધાએ યુવાનનો ભોગ લીધો - Sandesh
  • Home
  • Gujarat
  • ચોટીલા તાલુકાના ગુંદા ગામે અંધશ્રધ્ધાએ યુવાનનો ભોગ લીધો

ચોટીલા તાલુકાના ગુંદા ગામે અંધશ્રધ્ધાએ યુવાનનો ભોગ લીધો

 | 9:19 pm IST

 

આજના આધુનિક અને ટેકનોલોજી અને સાઈબર યુગમાં અંધશ્રધ્ધાનું ભુત ધુણી રહયાનો જીવંત દાખલો ચોટીલા તાલુકાના ગુંદા ગામે સામે આવ્યો છે. જેમા ગુંદા ગામનો યુવકે અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી અને સવારે પરીવારને જાણ થતા હોસ્પીટલે ખસેડવાને બદલે વાંકાનેર તાલુકાના પલાસા ગામે એક ર્ધાિમક સ્થળે લઈ જવાયો હતો અને ત્યાથી ઘરે પરત આવ્યા બાદ ઝેર પીધાને ર૪ કલાકે ઉલ્ટી થતા રાજકોટ હોસ્પીટલે લઈ જવાયો હતો જયા હાજર ડોકટરે યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બામણબોર પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બામણબોર પોલીસ સ્ટેશનથી મળતી માહતી મુજબ ચોટીલા તાલુકાના ગુંદા ગામે રહેતા જીવરાજ બચુભાઈ રાઠોડ ત.કોળી ઉ.વ.રપ વાળાએ ગત તા.૧૩ મે ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ કપાસમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. સવારે પોતાના ઘરે જીવરાજ નહી પહોચતા પરીવારજનોએ વાડીએ તપાસ કરતા જીવરાજે પોતે કપાસમાં નાખવાની ઝેરી દવા પી લીધી હોવાનું જણાવતા પરીવારના સભ્યોએ જીવરાજને હોસ્પીટલે લઈ જવાને બદલે વાંકાનેર તાલુકાના પલાસા ગામે ધાર્મિક જગ્યામાં ભુવા પાસે દોરા ધાગા કરવા લઈ ગયા હતા અને જીવરાજને સારૃ પણ થઈ ગયુ હોવાનુુ માનીને પોતાના ગામ ગુંદા લઈ આવ્યા હતા. ગુંદા ગામે લાવ્યા બાદ જીવરાજને રાત્રીના ૩ કલાકે ઉલ્ટી થતા પરીવારના સભ્યો બેબાકળા થઈને તાત્કાલીક રાજકોટ સરકારી હોસ્પીટલે લઈ ગયા જયા હાજર ડોકટરે જીવરાજને મૃત જાહેર કર્યો હતો. રાજકોટ હોસ્પીટલેથી ચોટીલાના બામણબોર પોલીસને જાણ કરતા બામણબોર પોલીસના અબ્દુલભાઈ રાજકોટ હોસ્પીટલે દોડી જઈ મૃતક જીવરાજભાઈનું પીએમ કરાવી અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંધશ્રધ્ધાએ યુવાનનો ભોગ લીધો

આજના ટેકનોલોજીના યુગમાં માનવી ચંન્દ્ર સુધી પહોચી ગયો છે ત્યારે ચોટીલા તાલુકાના અંતરીયાળ ગામડાઓ હજુ પણ ૧૮ મી સદીમાં જીવતા હોવાનો જીવત દાખલો ગુંદા ગામે પ્રકાશમાં આવ્યો છે. ઝેરી દવા ગટવટાવનાર યુવકને દોરા ધાગા કરવા માટે ભુવા પાસે લઈ જવાનો બદલે ડોકટર પાસે લઈ ગયા હોત તો આજે યુવાની જીંદગી બચી ગઈ હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન