In the lockdown, the husband and wife were in the car instead of at home
  • Home
  • Gujarat
  • લોકડાઉનમાં પતિ-પત્ની ઘરના બદલે કારમાં માણતા હતા રંગરેલીયા, લોકોએ કઢંગી હાલતમાં ઝડપ્યા

લોકડાઉનમાં પતિ-પત્ની ઘરના બદલે કારમાં માણતા હતા રંગરેલીયા, લોકોએ કઢંગી હાલતમાં ઝડપ્યા

 | 8:32 pm IST

હાલમાં સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે મોટા ભાગના દેશમાં લોકડાઉન આપી દેવામાં આવ્યું છે આપણા દેશમાં પણ 15 એપ્રિલ સુધી લોકડાઉન પીએમ મોદી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકો ઘરમાં પૂરાઇ ગયા છે અને પરિવારજનો સાથે સમય વીતાવી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો ઘરમાં કેદ થઇ ગયા હોય તેવું અનુભવી રહ્યા છે. ત્યારે ગાંધીધામ શહેરના રોટરી સર્કલ માર્ગ પર સિનેપ્લેક્સ પાછળ આવેલ પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરવામાં આવેલી કારમાં પતિ, પત્ની અંગત પળો માણતી વેળાએ આબાદ ઝડપાઈ જતાં ભારે ચર્ચા જાગી છે. દંપતીની પૂછપરછમાં લોકડાઉનને પગલે સંયુક્ત પરિવારના સભ્યો સતત ઘેર હાજર રહેતા હોવાથી દામ્પત્ય જીવનમાં ખલેલ ઊભી થતાં આ પગલું ભર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. અલબત, આ મામલે કોઈ સત્તાવાર સમર્થન સાંપડતુ નથી પરંતુ વાયુવેગે તેની ચર્ચા આખાય શહેરમાં ફરી વળી હતી.

પોલીસ કર્મચારી દ્વારા દંપતીને કારમાંથી કઢંગી હાલતમાં પકડી પાડયા બાદ પ્રાથમિક તબક્કે બંને પ્રેમી યુગલ હોવાની શંકા ગઈ હતી, પરંતુ જ્યારે બંને પતિ, પત્ની હોવાનો ચોંકાવનારો ખુલાસો થતાં કાયદાના રક્ષક પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. જેથી પતિ, પત્નીની વાતચીતમાં રસ જાગતા પોલીસ કર્મચારીએ તેમને અહીં શું કામ આવ્યા છો? તેવો સવાલ કર્યો હતોે. જેના જવાબમાં પતિ, પત્નીએ લોકડાઉનને દોષ દઈને ઘરમાં પરિવારના સભ્યો હાજર રહે છે, જેથી દામ્પત્ય જીવનમાં ખલેલ પડી રહી છે. પરિણામે આ માર્ગ અપનાવવાની ફરજ પડી હોવાનો બચાવ દંપતીએ કર્યો હતો. તેઓની વાતચીત સાંભળી પોલીસ કર્મચારીએ ઘરની બહાર ન નીકળવાની તાકીદ કરીને બંનેને જવા દીધા હતા.

નોંધનીય છે કે, કોરોના વાઈરસને પગલે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, જેને પગલે વેપાર-ધંધા અને ઉદ્યોગ તેમજ જાહેર જનજીવનની સાથે લોકોના દામ્પત્ય જીવનમાં પર અસર પડી રહી છે. જોકે, કોરોના વાઈરસને અટકાવવા માટે લોકોડાઉન, સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતોનો અમલ કરવો અનિવાર્ય છે. જેના પગલે સરકાર અને વહીવટીતંત્ર તેમજ પોલીસ લોકડાઉનના અમલ માટે સતત કાર્યરત છે, તેવામાં આ કિસ્સો ગાંધીધામમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

આ વીડિયો પણ જુઓ : ઈટાલીથી આવેલા ગુજરાતીઓ યુવકો હજુ કવોરોટાઈન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન