મે મહિનામાં ૮ મુખ્ય સેક્ટરના ઉત્પાદનમાં ૨૩.૪ ટકાનો  ઘટાડો - Sandesh
  • Home
  • India
  • મે મહિનામાં ૮ મુખ્ય સેક્ટરના ઉત્પાદનમાં ૨૩.૪ ટકાનો  ઘટાડો

મે મહિનામાં ૮ મુખ્ય સેક્ટરના ઉત્પાદનમાં ૨૩.૪ ટકાનો  ઘટાડો

 | 1:05 am IST

નવી દિલ્હી :

મે મહિનાનું લોકડાઉન આઠ મુખ્ય ઉદ્યોગો માટે અત્યંત નિરાશાજનક રહ્યું છે. ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઈન્ડેક્સમાં ૪૦.૨૭ ટકાની હિસ્સેદારી ધરાવતા આઠ કોર ઈન્ડસ્ટ્રીના ઉત્પાદનમાં ૨૩.૪ ટકાનો ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે જે ખરેખર ચિંતાજનક છે. આઠ કોર ઈન્ડસ્ટ્રીમાં ખાતર, કોલસા, ક્રુડ  તેલ, કુદરતી ગેસ, રિફાઈનરી, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી સામેલ છે. કોવિડ મહામારી અને લોકડાઉનને કારણે આ આઠ ઉદ્યોગોનું ઉત્પાદનમાં એક વર્ષ પહેલાની તુલનાએ ૨૩.૪ ટકા ઓછું રહ્યું છે. સરકારે મંગળવારે તેના સત્તાવાર આંકડાઓ બહાર પાડયાં હતા.

કયા સેક્ટરમાં કેટલો ઘટાડો

કોલસા          ૧૪.૦ ટકા

ક્રૂડ ઓઈલ      ૭.૧ ટકા

કુદરતી ગેસ     ૧૬.૮ ટકા

પેટ્રોલિયમ       ૨૧.૩ ટકા

ખાતર            ૭.૫ ટકા

સ્ટીલ ઉત્પાદન  ૪૮.૪ ટકા

સિમેન્ટ           ૨૨.૫ ટકા

વીજળી          ૧૫.૬ ટકા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન