In the Mumbai Test, Virat Kohli suffered a poor umpiring
  • Home
  • Sports
  • Cricket
  • IND vs NZ: ખરાબ અમ્પાયરિંગથી વિરાટ કોહલીનો લેવાયો ભોગ!

IND vs NZ: ખરાબ અમ્પાયરિંગથી વિરાટ કોહલીનો લેવાયો ભોગ!

 | 4:24 pm IST
  • Share

  • મુંબઇ ટેસ્ટમાં વિરાટ કોહલી આઉટ થતા જ બબાલ
  • અમ્પાયરની ભૂલ બાદ લોકોએ ઉગ્ર વિરોધ કર્યો 
  • સોશિયલ મીડિયામાં લોકોએ મીમ્સ બનાવ્યા

ટીમ ઇન્ડિયા હાલમાં ન્યૂધઝીલેન્ડ વિરૂદ્ધ બે મેચોની ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચમાં એક સારી શરૂઆત બાદ ભારતીય ટીમે લંચથી ઠીક પહેલા એક બાદ એક ત્રણ વિકેટો ગુમાવી દીધી. આ કડીમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પણ વિકેટ પડી ગઇ. પરંતુ વિરાટને આ મેચમાં આઉટ આપવાને લઇ એક નવી બાબલ શરૂ થઇ ગઇ છે.

વિરાટ સાથે થયો અન્યાય?

આ મેચમાં ભારતીય ઓપનરોએ ટીમ ઇન્ડિયાને એક શાનદાર શરૂઆત અપાવી હતી, 80 રનના સ્કોર પર ભારતીય ટીમને કોઇ ઝટકો મળ્યો નહીં. પરંતુ તેના પછી કિવી સ્પિનર એઝાજ પટેલે આવીને ટીમ ઇન્ડિયામાં હાહાકાર મચાવી દીધો. પટેલે પહેલ શુભમન ગિલને 44 રને આઉટ કર્યો. જેના પછી આ સ્પિનરે ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીને શૂન્ય રને પેવેલિયન ભેગો કર્યો. પરંતુ કોહલીને જે પ્રમાણે થર્ડ અમ્પાયરે આઉટ આપ્યો તેને લઇ બબાલ થઇ ગઇ છે. જણાવી દઇએ કે, એઝાજ પટેલનો સીધો બોલ કોહલીના પેડ પર અથડાયો હતો. જેના પછી કિવી ટીમે અપીલ કરી અને મેદાનના અમ્પાયરે આંગળી ઉંચી કરી હતી.

વિરાટે તેના પછી તરત જ રિવ્યૂ લેવાનો નિર્ણય કર્યો. રિવ્યૂમાં જોવા મળ્યું તે પેડ પર અથડાતા પહેલા બોલ બેટની કિનારી પર અથડાયો હતો. અમ્પાયરે આ રિપ્લેને લાંબા સમય સુધી જોયો, જ્યાં નજર આવી રહ્યું છે કે પેડને અથડાતા પહેલા બોલ બેટને ટકરાયો હતો. આ વાતને લઇ અમ્પાયરને લઇ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમ્પાયરના આ નિર્ણય પર મોટા-મોટા દિગ્ગજો પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં બબાલ

વિરાટ કોહલીને આઉટ આપતા સોશિયલ મીડિયા પર પણ બબાલ થઇ ગઇ છે. લોકો અમ્પાયરના આ નિર્ણય પર સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, વિરાટ કોહલીને આઉટ આપવો તદ્દન ખોટું છે. ત્યાં જ અમ્પાયરના સ્તરને જોતા લોકોએ અનેક પ્રકારના મીમ્સ બનાવી શેર કર્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો