મહાપાલિકાઓમાં સરકારને પારદર્શક કામકાજ જોઇતું નથી - Sandesh
  • Home
  • Mumbai
  • મહાપાલિકાઓમાં સરકારને પારદર્શક કામકાજ જોઇતું નથી

મહાપાલિકાઓમાં સરકારને પારદર્શક કામકાજ જોઇતું નથી

 | 1:40 am IST

। મુંબઇ ।

મુંબઇ સહિત રાજ્યની મહાનગર પાલિકાઓમાં પારદર્શક કામકાજ માટે મહારાષ્ટ્ર સરકારે નીમેલી ત્રણ સભ્યોની સમિતિની ભલામણો સહિતનો રિપોર્ટ હજી ફાઇલમાં જ બંધ હોવાની જાણકારી આરટીઆઇ કાર્યકર્તા અનિલ ગલગલીને નગરવિકાસ વિભાગે આપી છે. ગત ૧૩૨ દિવસોથી અહેવાલની ભલામણો પર કોઇપણ પ્રકારનો નિર્ણય લેવાયો ન હોવાથી મહારાષ્ટ્ર સરકારને પારદર્શક કામકાજ જોઇએ છે કે કેમ એ વિશેની ચર્ચાએ જોર પકડયું છે. આરટીઆઇ કાર્યકર્તા અનિલ ગલગલીએ મહારાષ્ટ્ર સરકારના નગરવિકાસ વિભાગ પાસે મુંબઇ ઉપરાંત રાજ્યની પ્રત્યેક મહાનગર પાલિકામાં પારદર્શક કામકાજ શરૂ થાય તે માટે નિમણૂક કરાયેલી ત્રણ સભ્યોની સમિતિના અહેવાલની કોપી અને આ અહેવાલ પર સરકારે કરેલી કાર્યવાહીની જાણકારી માંગી હતી. પૂર્વ પ્રશાસન અધિકારી ગૌતમ ચેટરજી, શરદ કાળે, રામનાથ ઝા એમ ત્રણ સભ્યોની સમિતિએ ૩૧ માર્ચ ૨૦૧૮ના દિવસે નગરવિકાસ સચિવ મનીષા મ્હૈસકરને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. નગરવિકાસ વિભાગના અપર સચિવ સચિન શસ્ત્રબુધ્ધેએ ગલગલીને માહિતી આપી હતી કે ફાઇલ હજી પ્રક્રિયામાં હોવાથી તેમને જોઇતી જાણકારી આપી શકાય એમ નથી.  મહારાષ્ટ્ર સરકારે મુંબઇ સહિત રાજયની તમામ પાલિકાઓમાં પારદર્શક કામકાજ થાય તે માટે એક સમિતિની નિમણૂક કરી હતી.

;