in-the-murder-of-kuda-village-murderers-of-the-house-were-killed
  • Home
  • Featured
  • બનાસકાંઠા: કુડા ગામમાં થયેલા હત્યાકાંડમાં મોટો ઘટસ્ફોટ, જાણો હત્યારો કોણ નીકળ્યું!

બનાસકાંઠા: કુડા ગામમાં થયેલા હત્યાકાંડમાં મોટો ઘટસ્ફોટ, જાણો હત્યારો કોણ નીકળ્યું!

 | 8:00 am IST

બનાસકાંઠાના લાખણી તાલુકાના કુડા ગામના ચૌધરી સમાજના એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કેસમાં બનાસકાંઠા પોલીસે તપાસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પરિવારના મોભીએ વ્યાજખોરોના ત્રાસથી પરિવારની ઠંડે કલેજે હત્યા કર્યાનું ખુલ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે, કરશનજી સોનાજી પટેલ મુળ કેસરસીંહ ગોળીયા ગામના વતની હતા. અને તેમનો પુત્ર ઉકાભાઈને પ્લાસ્ટીકના ધંધામાં નુકશાન જતાં લાખણી ગામના ઉદેસિંહ મફતસિંહ વાઘેલા પાસેથી રૂ.૪ લાખ વ્યાજે લીધા હતા અને તે પૈસાની ઉઘરાણી માટે ધાક ધમકી આપતો અને રૂ.૧૧ લાખની ઉઘરાણી કરતો હતો.

કરશનભાઈએ કેસરસીંહ ગોળીયા ગામની જમીન રૂ.૪પ લાખમાં વેચી નાખી હતી. અને કુડામાં જમીન લીધી હતી અને ઉદેસિંહને પણ પૈસા આપ્યા હતા. બે માસ અગાઉ કરશનભાઈના મોટા પુત્ર ઉકાભાઈ ને ઉદેસિંહ અને પીન્ટુસિંહને બળજબરી પૂર્વક લઈ જઈ અને ઉદેસિંહની ઓફિસમાં રાખી કરશનભાઈને ફોન પર ધમકી આપી હતી.

ધાક ધમકીઓ ચાલું રહેતા અને તેમનો પુત્ર ઉકાજી અન્ય લોકો પાસેથી પણ પૈસા ઉછીના લેતા હોઈ ઉઘરાણી માટે આવતા માણસો કરસનભાઈ પાસે આવતા હતા. આથી કરસનભાઈ એ કુડા ગામના કેટલાક લોકો સાથે વાત કરેલ કે તે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયા છે અને મરવું પડશે.

પોલીસે ઉપરોકત ઘટનામાં વપરાયેલ કુહાડી અને કરસનભાઈના હાથમાં પડેલ કોલસાના દાગ તથા લોહીના ટપકા જે બનાવવાળી જગ્યાની પાછળ આવેલ રસોડા સુધી જતાં હોઈ તેમજ ગુનામાં વપરાયેલ કુહાડી પણ કરસનભાઈ ની જ હોઈ સ્થળ ઉપરથી મળી આવેલ ચીજ વસ્તુઓના આધારે પ્રાથમિક તારણ મુજબ કરસનભાઈએ વ્યાજખોરોની ઉઘરાણીના ત્રાસના કારણે  આવેશમાં આવી જઈ પોતાના ઘરના સભ્યોને મારી નાખ્યા હોવાનું અને પોતે મરી જવા માટે ઝેરી દવા પી લીધી હોવાનું પોલીસે જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન