હવામાન વિભાગની આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારમાં પડશે ધોધમાર વરસાદ - Sandesh
  • Home
  • Ahmedabad
  • હવામાન વિભાગની આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારમાં પડશે ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારમાં પડશે ધોધમાર વરસાદ

 | 7:47 pm IST

હવામાન વિભાગના મતે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે. તેના ભાગરૂપે રવિવારે અમદાવાદ સહિત ગુજરાતભરના અનેક વિસ્તારોમાં મેઘો મુશળધાર વરસાદ લઇને ખાબક્યો હતો. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

ત્રણ દિવસના વિરામ બાદ આજે ફરી મેઘરાજા સુરતમાં મન મૂકીને વરસ્યા હતા. આજે વીજળીના કડાકા ભડાકા સાથે સુરતના ચોકબજાર, નાનપુરા સહિતના વિવિધ વિસ્તારોમા ધોધમાર વરસાદ પડયો હતો. વરસાદ પડતાની સાથે જ ભારે બફારા સામે લોકોએ ઠંડકનો અનુભવ થયો હતો.

આગામી 48 કલાકમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ જશે. ગુજરાતમાં વરસાદના આગમનની હવે હવામાન વિભાગે ગઈકાલે વિધિવત જાહેરાત કરી છે. હવામાન વિભાગના મતે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટા પડ્યા હતા. આ સિવાય ઉત્તર ગુજરાતના વિસ્તારમાં હળવા ભારે ઝાપટાની આગાહી કરી હતી.

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ સામાન્ય વરસાદથી ભારે વરસાદની આગાહી છે જ્યારે દક્ષિગ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન