In the next five to six days, the concern of villages in the important state has increased
  • Home
  • Corona live
  • ગુજરાતમાં ઇન્ક્યુબેશન પિરિયડ હવે પુર્ણતાને આરે, પરંતુ આગામી 5થી 6 દિવસો ગામડાંઓની ચિંતા વધારશે, જાણો કેમ

ગુજરાતમાં ઇન્ક્યુબેશન પિરિયડ હવે પુર્ણતાને આરે, પરંતુ આગામી 5થી 6 દિવસો ગામડાંઓની ચિંતા વધારશે, જાણો કેમ

 | 7:50 am IST

વિદેશથી ગુજરાતમાં આવેલા પ્રવાસીઓમા કોવિડ-૧૯ના ચેપના લક્ષણો બહાર આવવાનો ઇન્ક્યુબેશન પિરિયડ હવે પૂર્ણતાને આરે છે. ભારતમા ૨૨મી માર્ચથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ છે અને એ ગણતરીએ ચોથી પાંચમી એપ્રિલે ૧૪ દિવસનો ઇન્ક્યુબેશન પિરિયડ પૂર્ણ થશે.

આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ ગુરૂવારે સવારે ગુજરાત માટે આગામી પાંચ છ દિવસ મહત્વના હોવાનુ કહ્યુ હતુ. સાંજના બ્રિંફ્ગિં વખતે આ સંદર્ભે પુછતા “લોકલ ટ્રાન્સમીશન વધ્યુ છે ત્યારે હવે ચિંતા ગામડાઓની કરવાની છે” એમ કહ્યું હતું.

રાજ્યમાં વિદેશથી આવેલા પ્રવાસીઓ કરતા સ્થાનિક સ્તરે જ કોરોનાનો ચેપ વધી રહ્યો છે ત્યારે ગુજરાતમા કોવિડ-૧૯મા ત્રીજા તબક્કે કોમ્યુનિટી ટ્રાન્સફ્ર શરૂ થઇ ગયુ છે ? તેના જવાબમાં ડો.રવિએ કહ્યુ કે, વિદેશ પ્રવાસની હિસ્ટ્રી કરતા સ્થાનિકોના કેસ વધી રહ્યા છે પરંતુ હજી એ તમામ કેસ ક્લસ્ટરમા છે. લોકડાઉનને કારણે ક્લસ્ટરમાંથી કોમ્યુનિટી તરફ નથી.

વિદેશથી આવેલાઓનો ઇન્ક્યુબેશન પિરિયડ પાંચમી એપ્રિલ સુધીનો છે. ૨૩મી માર્ચથી લોકડાઉન શરૂ થયુ છે, આથી મુંબઈથી, સુરતથી કે પછી ગુજરાત બહારથી ગામડાઓમાં આવેલા પૈકી જે કોઇ ચેપગ્રસ્ત હશે તેમનામાં ઇન્ક્યુબેશન પિરિયડ શરૂ થશે. એટલે હવે ચિંતા ગામડાઓની કરવાની છે. ગામડાઓમાં પણ આંતરરાજ્ય પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા નાગરિકોને કડકપણે હોમ કોરોન્ટાઇન પાળવા આદેશ છે. ત્યા પણ શહેરોની જેમ ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટનો દોર શરૂ થશે.

ગુજરાતમાં બહારથી આવેલા કોરોના વાઇરસને કારણે અમદાવાદ સહિતના ૬ મહાનગરો અને ૧૧ જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશનને કારણે ૮૮ પૈકી ૪૭ કેસ છે. જેમા ગાંધીનગર, ભાવનગરમાં સૌથી વધુ ગ્રામ્ય દર્દીઓ છે. રાજ્યમાં હાલમાં ૧૮,૮૫૨ નાગરિકોને ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન