આવનારા ત્રીસ વર્ષમાં લોકોની સૌથી મનપસંદ વસ્તુ ઇતિહાસ બની જશે, જાણો કેમ - Sandesh
NIFTY 10,817.00 +28.45  |  SENSEX 35,260.29 +178.47  |  USD 63.8525 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • આવનારા ત્રીસ વર્ષમાં લોકોની સૌથી મનપસંદ વસ્તુ ઇતિહાસ બની જશે, જાણો કેમ

આવનારા ત્રીસ વર્ષમાં લોકોની સૌથી મનપસંદ વસ્તુ ઇતિહાસ બની જશે, જાણો કેમ

 | 4:56 pm IST

ચોકલેટના ચાહકો માટે નિરાશાજનક સરવે થયો છે. આવનારા ત્રીસ વર્ષમાં ચોકલેટનું ઉત્પાદન બંધ થશે કારણ કે ચોકલેટ માટેનું રો મટીરિયલ એટલે કે કોકો પ્લાન્ટમાં ગ્લોબલ વોર્મિંગગની અસર થતા છોડ ધીમે ધીમે બગડતો જાય છે. નિષ્ણાતોએ કરેલા અભ્યાસના આધારે કોકો પ્લાન્ટ સામે એક જોખમ ઊભું થયું છે.

વાતાવરણ ગરમ થવાના કારણે છોડનો વિકાસ રૃંધાયો છે. વધતી જતી માનવ વસતી અને સતત વધતા વરસાદના કારણે કોકોના પાકનું ધોવાણ થયું છે. આવનારા દિવસોમાં તાપમાન વધવાનું છે ત્યારે કોકોની ખેતીને લઇને કૃષિ નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે.

આવનારા ત્રીસ વર્ષમાં ચોકલેટ ખાવા નહીં મળે. ગ્લોબલ વોર્મિંગગના કારણે દુનિયાભરમાં ચોકલેટની ખેતીને વિપરિત અસર થઇ છે. કોકો પ્લાન્ટનો વિકાસ 20 ડિગ્રી તાપમાનમાં થાય છે. પરંતુ વધતી હિમવર્ષાથી પાકનો નાશ થાય છે. તાપમાન વધવાના કારણે વાતાવરણનો ભેજ ઝડપથી સુકાય જાય છે. તેથી કોકોની ખેતી પહાળી પ્રદેશમાં કરવામાં આવે છે જેથી તેને અનુકૂળ ઠંડી અને ભેજ મળી રહે. ઘાનાના પહાડી પ્રદેશમાં હાલમાં કોકોની ખેતી થઇ રહી છે.

જ્યાંથી મોટા પ્રમાણમાં ચોકલેટ માટેનો કોકો મળી રહે છે. ગત વર્ષે નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું હતું કે, પશ્ચિમના દેશોમાં 286 ચોકલેટના બાર વર્ષ દરમિયાન લોકો ખાઇ જાય છે. જે માટે 10 કોકો પ્લાન્ટ લગાવવા પડે છે. વિકસતા દેશમાં મીઠાઇ તરીકે ચોકલેટનો ઉપયોગ થાય છે. ચોકલેટ માટે હવે જોખમ ઊભું થયું છે.

વર્ષ 1990થી ચીન, ઇન્ડોનેશિયા, ભારત, બ્રાઝિલ અને રશિયાના લાખો લોકો ચોકલેટ ઉદ્યોગમાં પ્રવેશ્યા હતા. સમય જતા ચોકલેટના અનેક ફ્લેવરની વધતી જતી માગના કારણે પુરવઠો ખૂટતો જાય છે. સામે ગ્લોબલ વોર્મિંગના કારણે કોકો પ્લાન્ટનો ઝડપથી નાશ થઇ રહ્યો છે.

છેલ્લા 100 વર્ષથી કોકોની ખેતીમાં કોઇ બદલાવ નહીં
લંડનના એક નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે છેલ્લા 100 વર્ષથી કોકોની ખેતી માટેની પદ્ધતિમાં કોઇ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. અવિકસિત છોડમાંથી કોકોની ખેતી કરવામાં આવી રહી છે. જે પ્લાન્ટ રોપવામાં આવે છે તેમાં ચોક્કસ તત્ત્વો હોતા નથી. 90 ટકા ખેતી આ રીતે થાય છે. કોકોની ખેતીમાં વૈજ્ઞાનિક રીતે બદલાવ થવા જોઇએ. જેથી કોકોની માગને પહોંચી વળાય. ઘાના દેશ ચોકલેટ ઉત્પાદનનો મુખ્ય દેશ છે જે અન્ય દેશને કોકોની સપ્લાય કરે છે. નાના પાયા પર થતી ખેતીના કારણે આ અસર જોવા મળી છે.