પૂર્વ કચ્છમાં ૪૦ ઘરફોડ-વાહન ચોરીના ભેદ ઉકેલાયા - Sandesh
  • Home
  • Bhuj
  • પૂર્વ કચ્છમાં ૪૦ ઘરફોડ-વાહન ચોરીના ભેદ ઉકેલાયા

પૂર્વ કચ્છમાં ૪૦ ઘરફોડ-વાહન ચોરીના ભેદ ઉકેલાયા

 | 2:00 am IST

પૂર્વ કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર વગેરે પંથકમાં પાછલા બે ત્રણ વર્ષમાં કાયદાના રક્ષકોને હંફાવીને ઘરફોડ, બાઈક ચોરી મળી ૪૦ જેટલા સ્થળોએ તસ્કરીના બનાવોને અંજામ આપનાર બાદરગઢનો ભરત રામજી કોલી તેમજ ભીમાસરનો રાજેશ રવજી મકવાણા કોલીને આજે બાતમીના આધારે પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઘરબોચી લઈ હાશકારો અનુભવ્યો હતો. ત્યારબાદ આરોપી પાસેથી દાગીના, મોબાઈલ, લેપટોપ વગેરે મળી રૃપિયા ર,૭૬,૩૦૦ નો મુદામાલ કબજે કરી લીધો હતો.

ક્યા ક્યા પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ

પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે પી જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતુ કે, આરોપી ભરત અને રાજેશે અત્યાર સુધી અંજાર તાલુકાના મેઘપર બોરીચી, વરસામેડી વગેરે પંથકમાંથી ૭ ચોરીના બનાવોને અંજામ આપ્યા હતા. તેમજ શિણાય, ગળપાદરમાં બે ઘરફોડ ચોરી, સપનાનગર, કિડાણા વગેરે મળી બી ડિવિજનની હદમાંથી ૪ ચોરી, સામખિયાળી પંથકમાં મંદિર, ઘરફોડ, બાઈક વગેરે મળી ૧પ ચોરી, ભચાઉ ર, લાકડીયા ર, રાપર ૩ તથા આડેસર પંથકમાં ૭ ચોરીના બનાવોને અંજામ આપ્યાની કેફિયત આપી હતી.

ભચાઉના સોનીને પણ પોલીસે ઝપેટમાં લીધો

પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ભરત તેમજ રાજેશની ધરપકડ કરી લીધા બાદ તેઓની પુછતાછ હાથ ધરતા દાગીના ભચાઉનો ચંદ્રેશ હરેશ સોનીને વેચાણ કરેલ હોવાનું જણાવ્યું હતુ. પરિણામે એલસીબીએ સોની વેપારીને પણ ઘરબોચી લીધો હોવાનું એલસીબીએ જણાવ્યું હતુ.

આરોપી અગાઉ પણ ચોરીના બનાવોમાં સપડાયેલા