In the rain A video of the cotton is going viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • ક્યારેય ન જોયેલા દૃશ્યો જોઈ લો આ વીડિયોમાં, પાણીમાં તરતું ‘સફેદ સોનુ’ જોઈ ચોંકી જશો!

ક્યારેય ન જોયેલા દૃશ્યો જોઈ લો આ વીડિયોમાં, પાણીમાં તરતું ‘સફેદ સોનુ’ જોઈ ચોંકી જશો!

 | 11:40 am IST

આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોને રાતે પાણીએ રોવડાવ્યા છે અને માથે હાથ દઈને બેસવાનો વારો આવ્યો છે. કારણ કે પાકને મબલક નુકસાન થઈ રહ્યું છે. સીઝન પ્રમાણેના પાક બગડવાને કારણે પૈસાનું પાણી થઈ ગયું છે. ત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં જોવા મળે છે કે લોકોની શું હાલત થઈ છે.

આ વીડિયો કયા વિસ્તારનો છે હજુ એ કોઈ પુષ્ટિ નથી થઈ પણ તમે જોઈ શકો છો કે કપાસની શું હાલત થઈ છે. કમર સુધી પાણી ભરેલું છે અને લોકો કપાસ વીણી રહ્યા છે. વરસાદનું પાણી ખેતરમાં એ હદે ઘુસી ગયું છે કે કપાસને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં બધાએ સફેદ સોનુ કહીને વીડિયો વાયરલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન