સેરેંગેટીમાં સિંહણોએ આપ્યો 'ક્વિન્સ' આલબમ પોઝ - Sandesh
  • Home
  • World
  • સેરેંગેટીમાં સિંહણોએ આપ્યો ‘ક્વિન્સ’ આલબમ પોઝ

સેરેંગેટીમાં સિંહણોએ આપ્યો ‘ક્વિન્સ’ આલબમ પોઝ

 | 2:44 am IST

ટાન્ઝાનિયાના સેરેંગેટી નેશનલ પાર્કમાં તાજેતરમાં સિંહણોનું એક જૂથ કેમેરે કેદ થયું હતું જેમાં તેઓ જાણીતા ૧૯૭૫ના પોપ આલ્બમ ક્વીન્સ બોહેમિયન રેપસોડીના પોઝામાં જોવા મળ્યા હતા. સિંહણોનું આ જૂથ મુકોમા ઓફ મિસ્ચિફ તરીકે ઓળખાય છે. આ જૂથમાં એક માતા સિંહણ છે જ્યારે બાકીના ચાર તેના બચ્ચાં છે. આ ચાર બચ્ચાઓમાંથી એક ઝાડીમાં એવી રીતે છુપાયું છે કે તેને સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી. તેના કારણે જ બાકીની ચાર સિંહણોનું જૂથ ક્વીન્સ બોહોમિયન પોઝમાં જણાતું હતું. ડેનિયલ રોસેગ્રેન નામના ફોટોગ્રાફરે જીવનમાં ક્યારેક જ લેવા મળતી આવી દુર્લભ તસવીરને કેમેરામાં કેદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન