સાપના વર્ષમાં જન્મેલા લોકોને ઓળખી લો - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8600 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • સાપના વર્ષમાં જન્મેલા લોકોને ઓળખી લો

સાપના વર્ષમાં જન્મેલા લોકોને ઓળખી લો

 | 2:54 am IST

ચાઈનીઝ સ્વરૂપ અજગરના સ્વભાવ, ચારિત્ર્ય, તંદુરસ્તી, આર્થિક સ્થિતિ વગેરે જાણ્યું. હવે સાપ વિશે જાણીએ.

જેઓ૧૯૫૩,૧૯૬૫,૧૯૭૭, ૧૯૮૯,૨૦૦૧ કે ૨૦૧૩માં જન્મ હોય તે સાપ ગણાય. ચાઈનીઝ સ્વરૂપ સાપ પ્રમાણે પૂર્વના દેશોમાં તેઓ નામના મેળવે છે. જ્યારે પશ્ચિમના દેશોમાં સારી આબરૂ તેમની હોતી નથી. તેઓ રોમાન્ટિક હોય છે, સ્વભાવે આનંદી હોય છે. મશ્કરા પણ હોય છે. સ્ત્રીઓ દેખાવડી હોય છે. જાપાનમાં સુંદર દેખાવડી સ્ત્રીઓને ‘સાપ’થી બોલાવી સન્માન કરે છે, વખાણ કરે છે, “તમે તો સાપ છો.” જ્યારે પશ્ચિમમાં તેનો અર્થ ઊંધો થાય છે. આ સ્વરૂપમાં જન્મેલા લોકો કપડાં પહેરવાના શોખીન હોય છે. સ્ત્રીઓ રોજરોજ નવી નવી સાડીઓ ધારણ કરે છે. જ્યારે પુરુષો પણ ભારે શોખીન!

સાપવાળા સમય ખોટો બરબાદ કરતાં હોતાં નથી. તેઓ ઊંડો વિચાર કરીને પછી જ પગલાં ભરે છે. તેઓ બુદ્ધિશાળી, આધ્યાત્મિક, ચિંતક હોય છે. તેઓ તેમના જીવનમાં બુદ્ધિનો સારો ઉપયોગ કરે છે. કોઈ નવી સંસ્થાનું સ્થાપન કરે છે. તેમનામાં પ્રેરણા શક્તિ હોય છે. આગાહી પણ કરી શકે છે. તેમનામાં સીકસ્થ સેન્સ હોય છે.

ગમે તેવા કપરા સંજોગોમાંથી પસાર થઈને, સંજોગોનો સામનો કરીને ધાર્યું કરે છે.

He will move heaven and earth to attain his own goal.

પૈસાની બાબતમાં સુખી હોય છે, પણ ખર્ચ કરવામાં ઘણાં કંજૂસ હોય છે. પૈસાથી નહિ પણ બીજી રીતે મદદ કરવા તૈયાર હોય છે. ધન મેળવવાની લાલસામાં તેમનું પતન થાય છે. આવા લોકોની મદદ લેવી પણ સલાહભર્યું નથી. ભવિષ્યમાં તેમની મદદ પણ ભયમાં મૂકી દે.

ધન મેળવવાની બાબતમાં બહુ જ સુખી હોય છે. ધન મેળવ્યા પછી વધુ ને વધુ કૃપણ બનતા જાય છે. તેમને ભવિષ્યની બહુ જ ચિંતા રહે છે.

આ લોકોએ જોખમી ધંધામાં પડવું નહિ.

પ્રેમની બાબતમાં નિષ્ફળતા અનુભવે છે. થોડાં અદેખાં ખરાં! આ લોકોને ખાનગી પ્રેમ, પત્રો હોય છે. સ્ત્રીઓના સમૂહમાં હરવું ફરવું તેમને ગમે છે. તેમને બહોળું કુટુંબ હોય છે. તેમને ભેંશની જોડે સારું બને. (ભેંશઃ ૧૯૬૧,૧૯૭૩,૧૯૮૫,૧૯૯૭,૨૦૦૯માં જન્મેલા જોડે.)

વાઘ જોડે બને નહીં. વાઘ સાપનો દુશ્મન છે. (વાઘઃ ૧૯૬૧,૧૯૭૩,૧૯૮૫,૧૯૯૭,૨૦૦૯) સાપના સ્વરૂપવાળા શિક્ષક, પ્રોફેસર, લેખક, રાજકીય આગેવાન, જયોતિષી, સાધુ મહાત્મા થઈ શકે છે. સાપના સ્વરૂપવાળાને સને ૧૯૭૪ની સાલ વાઘની હોવાથી સારી નહિ. આખું વર્ષ તેમને ઘર્ષણમાં પસાર કરવું પડે. ૧૯૭૪નું વર્ષ મહાન કટોકટીનું છે. માનસિક તેમજ શારીરિક ઔઅશાંતિનું છે.