રાજ્યમાં ૧૩,૮૫૧ પોલીસ આવાસ માટે રૂ. ૨૮૮ કરોડ - Sandesh
  • Home
  • Budget
  • રાજ્યમાં ૧૩,૮૫૧ પોલીસ આવાસ માટે રૂ. ૨૮૮ કરોડ

રાજ્યમાં ૧૩,૮૫૧ પોલીસ આવાસ માટે રૂ. ૨૮૮ કરોડ

 | 5:57 am IST

। અમદાવાદ ।

રાજ્યનો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગૃહ વિભાગ દ્વારા નવી ૧૧ હજાર ભરતી કરવામાં આવશે. આ સિવાય જરૂરિયાત સમયે ઉપયોગી થતા હોમગાર્ડઝ જવાનોના મહેકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જે હાલમાં ૪૫,૨૮૦ છે જેમાં ૪,૫૨૮નો વધારો કરી કુલ સંખ્યાબળ ૪૯,૮૦૮ કરાયું છે. ઉપરાંત વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવા માટે બજેટમાં રૂ.૧૧૧ કરોડની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.   મહિલાઓની સુરક્ષા અને સલામતીને લઈ અલગથી સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ નિર્ભયા ફંડ માટે રૂ.૬૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ માટે આ વખતના બજેટમાં કુલ ૧૩,૮૫૧ નવા આવાસ બાંધવા માટે રૂ.૨૮૮ કરોડની જોગવાઈ કરી છે. જે ત્રણ વર્ષમાં પૂરી કરવામાં આવશે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માટે રૂ.૮૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ કન્વીશન રેટ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ દ્વારા કન્વીશન રેટ વધારવા માટે રૂ.૨૩ કરોડની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.

ગાંધીનગરને પોલીસ કમિશનર મળશે

પાટનગર ગાંધીનગરમાં અત્યાર સુધી ડીએસપી કચેરી લાગતી હતી પરંતુ હવે ગાંધીનગરને પોલીસ કમિશનર (સીપી) અપાશે. જેથી એસપી હવે ગાંધીનગરમાં અમદાવાદની માફક પોલીસ કમિશનરની કચેરી બનશે.  આ ઉપરાંત પાટનગરને ૨૪ કલાક એકધારો પાણી પુરવઠો પૂરો પાડવાની પણ જોગવાઈ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન