NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • શેરબજારમાં બીજા દિવસે પણ રોકાણકારોની ચાલુ રહેલી વેચવાલી

શેરબજારમાં બીજા દિવસે પણ રોકાણકારોની ચાલુ રહેલી વેચવાલી

 | 4:59 am IST

મુંબઇ,તા.૧૪

બેંચમાર્ક ઇન્ડેક્સમાં મંગળવારે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. ફુગાવામાં વૃદ્ધિને પરિણામે રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા નહીંવત્ જણાતા અને એશિયાના નબળા સંકેતો વચ્ચે સેન્સેક્સ ૩૩૦૦૦ની સપાટીથી નીચે ઊતરી ગયો હતો. લાર્સન એન્ડ ટુબ્રો, એચડીએફસી અને આઇટીસીએ બજારને નીચું રાખ્યું હતું. ઓકટોબરમાં સીપીઆઇ ફુગાવો ૩.૫૮ ટકા રહ્યો હોવાને કારણે રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા નહિવત જણાતા બજારમાં ઊથલપાથલ જોવા મળી હતી. સરકારી આંકડાઓ અનુસાર અન્ન અને ફ્યૂઅલ પ્રોડક્ટ્સમાં ઝડપી વધારા માટે ફુગાવામાં વૃદ્ધિ કારણરૂપ છે.

શેરબજારમાં આજે પણ નફાવસૂલીનું દબાણ જોવા મળ્યું હતું. નરમાઇના માહોલમાં આજે નિફ્ટી ૧૦૨૦૦નાં મહત્વનાં સ્તરની નીચે આવી ગયો હતો.જયારે સેન્સેક્સ પણ ૩૩૦૦૦ની સપાટી નીચે બંધ થયો હતો.આજના કારોબારમાં નિફ્ટી૧૦૧૭૫.૫૫ સુધી નીચે આવી ગયો હતો.તો સેન્સેકસ ૩૨૯૦૦ની નજીક સુધી આવ્યો હતો.જો કે શરૂઆતી કારોબારમાં આજે નિફ્ટી ૧૦૨૪૮ સુધી પહોંચ્યો હતો,જયારે સેન્સેકસ ૩૩૧૨૬.૫૫ સુધી આવ્યો હતો. દિવસનાં ઉપરી સ્તરોથી સેન્સેકસ ૧૮૫ પોઇન્ટ તૂટયો હતો તો નિફ્ટી ૬૦ અંક ઘટયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી આવી હતી. બીએસઇનો મિડકેપ ઇન્ડેકસ ૦.૨૫ ટકા ઘટીને બંધ થયો હતો. નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઇન્ડેકસમાં ૦.૨૫ ટકાની નબળાઇ આવી હતી. જ્યારે બીએસઇનો  સ્મોલકેપ ઇન્ડેકસ ૦.૨ ટકા સુધી ઘટીને બંધ થયો હતો.

બજારમાં શરૂઆતના કામકાજમાં ભારતી એરટેલે બ્લોક ડીલમાં રૂ.૩૩૨૫ કરોડના શેર્સ વેચતા ભારતી ઇન્ફ્રાટેલના ભાવમાં ૪.૫ ટકાનો ઘટાડો થયો હતો.

સ્ટેટ બેન્કના ભાવમાં ૦.૬ ટકા અને કેનેરા તથા પંજાબ નેશનલ બેન્કના ભાવમાં ૧.૭ ટકાનો ઘટાડો થયો હતો.આઇશર મોટર્સના પરિણામ અપેક્ષા અનુસાર નહી આવતા ભાવમાં ૧.૬ ટકાનો ઘટાડો થયો હતો.

એચડીએફસી, એચડીએફસી બેંક, અને આઇટીસીના ભાવમાં .૫૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે એક્સીસ બેંક, હીરો મોટો કોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ ઓટોમાં ૧થી૨ ટકાનો વધારો થયો હતો. એશિયન પેઇન્ટ્સ અને કાન્સાઇ નેરોલેકના ભાવમાં અનુક્રમે ૧.૭ અને ૨ ટકાનો ઘટાડો થયો હતો. લાર્સન એન્ડ ટુબ્રોના ભાવમાં ૨.૪૫ ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

લાર્સનનો ભાવ રૂ. ૩૦.૫૦ ઘટીને રૂ.૧૨૦૯.૮૫ રહ્યો હતો.વોડાફોન અને સનફાર્માના નફામાં અનુક્રમે ૩૯ તથા ૫૯ ટકા ઘટાડો થયો હતો. સન ફાર્માનો વાર્ષિક ચોખ્ખો સંગઠિત નફો ૫૯.૨ ટકા ઘટીને રૂ.૯૧૨.૧૨ કરોડ થયો હતો જે ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.૨૨૩૫.૧૪ કરોડ હતો. બેન્ક ઓફ બરોડાનો ચોખ્ખો નફો ઘટીને ૩.૫૫ અબજ રૂપિયા થયો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૫.૫૨ અબજ હતો. એનટીપીસી, રિલાયન્સ, લ્યુપિન, હીરો મોટો કોર્પ અને ભારતી એરટેલના ભાવમાં ૧.૭ ટકાનો વધારો થયો હતો જ્યારે કોલ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ અને ટીસીએસમાં ૧.૪ ટકાનો ઘટાડો થયો હતો. રોયલ એન્ફિલ્ડની ઉત્પાદક આઈશર મોટર્સે જુલાઇ – સપ્ટેમ્બરમાં રૂપિયા ૫૧૮ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હોવા છતાં બીએસઇમાં તેના શેરનો ભાવ ૧.૫૭ ટકા ઘટીને રૂ.૩૦,૦૮૩.૨ રહ્યો હતો.

ખાદિમના શેરનું થયેલું લિસ્ટિંગ

ખાદિમનો શેર આજે લિસ્ટિંગમાં રૂ.૭૩૦ના ભાવે ખુલ્યો હતો પરંતુ બીએસઇમાં પાંચ ટકાના ઘટાડા સાથે રૂ. ૭૧૨.૪૦ રહ્યો હતો. બીએસઇ અને એનએસઇમાં ૧૫ લાખ શેરનું કામકાજ થયું હતું.

;