In the summer you want to realize the cold, go to the cities of India
  • Home
  • Featured
  • ભારતની આ જગ્યાઓ પર ગરમીમાં પણ લાગશે ઠંડી, તમે પણ લો મુલાકાત

ભારતની આ જગ્યાઓ પર ગરમીમાં પણ લાગશે ઠંડી, તમે પણ લો મુલાકાત

 | 1:47 pm IST

કેટલાક લોકો ગરમીની રજાઓમાં ફેમિલીની સાથે ફરવા માટે એવી જગ્યા પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો જ્યાં ગરમી ઓછી હોવાની સાથે શાંતિ પણ હોય અને ઠંડીની મજા પણ લેવા માંગો છો. આજ કારણ છે કે તે એવી જગ્યા પર જવા માંગો છો જેનું તાપમાન 20-30 ડિગ્રી ઉપર ન જતું હોય. જો તમે પણ આવી જગ્યા પર જવા માંગો છો તો અમે તમને ભારતની કેટલીક જગ્યા જણાવીશું તે ગરમીમાં પણ ત્યાં ઠંડીનો અુભવ થાય છે.

તવાંગ-અરુણાચલ પ્રદેશ

અરુણાચલ પ્રદેશનુ આ નાનું શહેર રંગ-બેરંગી ઘર અને સુંદર ઝરણાની સુંદરતા માટે પ્રખ્યાત છે. ખાસ વાત એ છે કે ગરમીમાં પણ અંહીનું તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસથી ક્યારેય વધારે થતું નથી. અંહી રહેલા પહાડોથી મનને શાંતિ તેમજ ઠંડકનો અનુભવ થાય છે.

હેમિસ, જમ્મુ-કાશ્મીર

જમ્મુ કાશ્મીરનું આ નાના કસબાથી ભલે લોકો અજાણ હોય પરંતુ તમને જણાવી દઇએ કે આ સુંદર કસ્બા ગરમીમાં પણ ઠંડું રહે છે. અંહીનું તાપમાન 4-21 ડિગ્રી વચ્ચે રહે છે. જો કુદરતી સૌંદર્યની વાત કરીએ તો અંહી કેટલાક પહાડો અને કુદરતી દ્રશ્ય બેસ્ટ છે જ્યાં તમને ખૂબ ગમશે.

ત્રિથાન વેલી, હિમાચલ પ્રદેશ

આ જગ્યા તેની સુંદરતા કારણે હંમેશાથી ચર્ચામાં રહે છે. ગરમીની રજાઓની મજા લેવા માટે બેસ્ટ ઓપ્શન છે. કારણકે અંહીનું તાપમાન ગરમીની ઋતુમાં પણ 20-25 ડિગ્રીની વચ્ચે રહે છે.

ગુલમર્ગ, જમ્મુ કાશ્મીર

ગુલમર્ગ જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં સ્થિત ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. જે એક સુંદર હિલસ્ટેશન છે. જે ફૂલોના પ્રદેશના નામથી પ્રસિદ્ધ છે. આ આશરે 2730 મીટરની ઉંચાર પર સ્થિત છે. ગરમીમાં અહીંનુ વાતાવરણ બિલકુલ ઠંડુ રહે છે. જે કારણથી અંહી દર વર્ષે વેકેશન મનાવવા માટે દૂર દૂરથી લોકો આવે છે.

પેલિંગ, સિક્કિમ

ભારતના નોર્થ ઇસ્ટમાં આવેલું આ પેલિંગ શહેર પણ ઠંડા વિસ્તારમાંથી એક છે. અંહીનું વાતાવરણ 25 ડિગ્રીની આસાપાસ રહે છે. આ જગ્યા પર ફરવા માટે દર વર્ષે લોકોની ભીડ રહે છે. કારણકે ગરમીની રજાઓમાં આ બેસ્ટ જગ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન