In the support of hearty tears in Unjha, the rugged sound of Ramadhu
  • Home
  • Featured
  • હાર્દિક પટેલના સમર્થનમાં ઉંઝામાં ટાયરો સળગ્યા, ઠેર-ઠેર થાળી-વેલણ વગાડી રામધૂન

હાર્દિક પટેલના સમર્થનમાં ઉંઝામાં ટાયરો સળગ્યા, ઠેર-ઠેર થાળી-વેલણ વગાડી રામધૂન

 | 11:09 pm IST

હાર્દિક પટેલના ઉપવાસના આજે 11મો દિવસ છે. દિવસેને દિવસે હાર્દિક પટેલના સમર્થનમાં વધારો થઈ રહ્યો છે. હાર્દિકના સમર્થનમાં હવે તેના સમર્થનમાં મોટા રાજકીય નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ સાથે હાર્દિકને રાજ્યભરમાંથી મુસ્લિમ, ઠાકોર અને દલિત લોકોનું પણ સમર્થન મળી રહ્યું છે. રાજ્યના અડધા જિલ્લાઓમાં હાર્દિકના ઉપવાસ અંગે રામધૂન અને દેખાવો જોવા મળી રહ્યા છે. હાલ મહિલાઓ થાળી-વેલણ લઈને પણ સરકાર સામે પડી છે.

હાલ મળી રહેલા અહેવાલ અનુસાર, હાર્દિક પટેલના સમર્થનમાં ઊંઝામા વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. મહિલાઓ થાળી-વેલણ વગાડી વિરોધ જોવા મળ્યો હતો. આ ઘટનામાં કેટલાંક અસામાજિક તત્વાઓ ટાયરો સળગાવ્યા હતા. પોલીસે હાલ આવા અસામાજિક તત્વોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

આ સાથે જૂનાગઢમાં હાર્દિકના સમર્થનમાં રામધૂન કરી છે. જોષીપરામાં મહિલાઓએ સરકારનો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. અહીં થાળી-વેલણ વગાડીને મહિલાઓએ વિરોધ કર્યો હતો. અને હાર્દિકના સ્વાસ્થ્ય અંગે પ્રાર્થના કરી હતી.

સુરતના ભાઠેનામાં પણ હાર્દિકના સમર્થનમાં રામધૂન કરી છે. ભાઠેના વિસ્તારના ઉમિયા મંદિરમાં રામધૂન યોજાઈ રહી છે. મુસ્લિમ સમાજના લોકો પણ રામધૂનમાં જોડાયા છે. હાર્દિકના સ્વાસ્થ્ય અંગે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

બાયડના તેનપુરમાં હાર્દિકના સમર્થનમાં પણ રામધૂન યોજાઈ છે. અહીં મહિલાઓએ થાળી-વેલણ વગાડી વિરોધ કર્યો હતો. આ સિવાય 200 યુવાનોએ હાર્દિકના સમર્થનમાં મૂંડન કરાવ્યું છે. હાર્દિક પટેલના સ્વાસ્થ્ય અંગે અહીં પણ રામધૂન યોજાઈ હતી.

સાબરકાંઠામાં પણ હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન યોજાઈ રહી છે. હિંમતનગરના બેરણામાં થાળી-વેલણ વગાડી વિરોધ કર્યો હતો. પાટીદાર આગેવાન સી.કે.પટેલનું પૂતળાદહન કરવામાં આવ્યું છે. હાર્દિકના સ્વાસ્થ્ય અંગે અહીં પણ રામધૂન યોજાઈ હતી.

હાર્દિક પટેલના સમર્થનમાં પાટણમાં રામધૂન યોજાઈ છે. 2000 મહિલાઓએ બગવાડા દરવાજા ખાતે રામધૂન યોજી છે. હાર્દિકના સ્વાસ્થ્ય અંગે રામધૂન યોજી પ્રાર્થના કરી છે. હાલ બગવાડા દરવાજા ખાતે પોલીસ કાફલો ગોઠવાયો છે.