In the tourist spot Diu, the administration has increased the fine for not wearing a mask 4 times.
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • કોરોના મુક્ત થયું આ પર્યટન સ્થળ, ગુજરાતી પ્રજા ભૂલથી પણ માસ્ક વગર ના જતા નહીં તો…

કોરોના મુક્ત થયું આ પર્યટન સ્થળ, ગુજરાતી પ્રજા ભૂલથી પણ માસ્ક વગર ના જતા નહીં તો…

 | 6:02 pm IST

પ્રવાસન સ્થળ દીવમાં દીવ પ્રસાશને માસ્ક ન પહેરવાનો દંડ 4 ગણો વધાર્યો છે. માત્ર બે દિવસ પહેલા દીવ કલેક્ટરે દિવને કોરોનાં મુક્ત જાહેર કર્યું હતું. પરંતુ દીવમાં આવતા પ્રવાસીઓ માસ્ક વગર ફરવા લાગતા દીવ પ્રસાશને માસ્ક ન પહેરવા બદલ કરાતો દંડ વધારી દીધો છે. આથી આજે માસ્ક વગરના અનેક લોકો દંડાયા છે.

દિવાળીનાં તહેવાર દરમિયાન પ્રવાસન સ્થળ દીવ જાણે મીની ગોવા હોઈ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં દીવનાં નગવા બીચ અને કિલ્લા પર પ્રવાસીઓ ઉમટી પડયા હતા. હજારો પ્રવાસીઓ ઉમટી પડયા પરંતુ સહેલાણીઓ કોવિડને નજર અંદાજ કરતા નજરે પડી રહ્યા હતા. ન તો સહેલાણીઓએ માસ્ક પહેર્યા હતા કે ન તો સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કર્યું. જેના કારણે અનેક પ્રવાસીઓને ડરનો અહેસાસ થયો.

માધ્યમોના અહેવાલની દીવ પ્રસાશન પર જોરદાર અસર જોવા મળી છે. એક તરફ દીવ કલેકટર સલોની રાય દ્વારા પ્રેસ કોંફરન્સ યોજી દીવ કોરોના મુક્ત હોવાની જાહેરાત કરાય છે. તો બીજી તરફ દીવ પ્રસાશન દ્વારા માસ્ક ન પહેરનારા સહેલાણીઓ અને લોકો સામે દંડની રકમ 4 ગણી વધારી દેવાઈ છે. અત્યાર સુધી માસ્ક વિના ફરતા લોકોને 100 રૂપિયા દંડ ફટકારવામાં આવતો હતો. પરંતુ હવેથી તે દંડની રકમ વધારી 500 રૂપિયા કરી દેવામાં આવી છે. આજે અનેક લોકોને પોલીસે દંડ ફટકારી માસ્ક અંગેના કાયદાનું ભાન કરાવ્યું છે. મોટા ભાગના મુખ્ય રોડનાં સર્કલ પર દીવ પોલીસને તૈનાત કરી ચેકીંગ હાથ ધરાયુ છે.

જો કે નાગવા બીચ ખાતે હાલ દીવ પ્રસાશન અને સહેલાણીઓ માટે માસ્કના નિયમને લઇ મુશ્કેલી ઉભી થઇ છે. નાગવા બીચ પર હજુ પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનાં નિયમો તૂટી રહ્યા છે. નાગવા બીચ પર મુશ્કેલી એટલા માટે વધી છે કે, દરિયામાં ન્હાવું અને માસ્ક પહેરવું પ્રવાસીઓ માટે મુશ્કેલી ઉભી કરી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ : સુરતમાં પ્રવેશવાના માર્ગો પર ટેસ્ટિંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન