કચરાના ૧૦,૦૦૦ ટુકડાઓમાંથી રેકોર્ડ બ્રેકિંગ આર્ટ પીસ બનાવ્યો - Sandesh
  • Home
  • Supplements
  • Kids World
  • કચરાના ૧૦,૦૦૦ ટુકડાઓમાંથી રેકોર્ડ બ્રેકિંગ આર્ટ પીસ બનાવ્યો

કચરાના ૧૦,૦૦૦ ટુકડાઓમાંથી રેકોર્ડ બ્રેકિંગ આર્ટ પીસ બનાવ્યો

 | 1:00 am IST

લોકો પોતાની ઓળખાણ બનાવવા જાત જાતના અખતરા કરતા હોય છે. અમુક લોકો તો આપણા માન્યામાં પણ ના આવે તેવી સિદ્ધિઓ હાંસલ કરતા હોય છે અને ગિનિસ બુકમાં સ્થાન મેળવતા હોય છે. આવો જ અખતરો કરી લેબેનોનના પિયર અબ્બડે ગિનિસ બુકમાં સ્થાન હાંસલ કર્યું છે. લોકોને રિસાયકલ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા એક વ્યક્તિએ તેની ટીમ સાથે મળીને ૧૦,૦૦૦ કેમ, બોટસ અને એલ્યુમિનિયમથી એક વિશાળ મોઝેક તૈયાર કર્યું છે. લેબેનોનના ૧૦૦થી વધારે વોલેન્ટિયર દરિયાકિનારે આવેલું દબેહમાં ૧૦ દિવસ સુધી સાથે રહી મેમેરિઝ ઇવેન્ટ મેનેજમેન્ટ (યુએઇ) અને એમટીવી એસએએલ(લેબેનોન)ના સહયોગથી એક વિશાળ મેઝોક બનાવ્યંુ હતું. મેઝોક એ એક લાદી પર બનાવવામાં આવતંુ ચિત્ર છે. ૯૭૧.૩૭ મીટર માપની મેઝોક બનાવવા માટે ૧૦,૦૦૦ કરતાં પણ વધારે રિસાયકલ કરી શકાય તેવા કચરાના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે જે ચિત્ર બનાવ્યું હતું. તેમાં સમુદ્રમાં બે સઢવાળી નૌકાઓનું બનેલું હતું, તેમજ તેમાં સંધ્યાકાળે આકાશમાં ઊડતા ૧૮ પક્ષીઓ પણ હતા. આ ચિત્ર લેબોનિજ કલાકાર પિયર અબ્બડે બનાવ્યું હતું. જેમાં તેને ૧૦૦થી પણ વધારે વોલેન્ટિયરે મદદ કરી હતી. મેમોરિઝ ઇવેન્ટસ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર વાએલ જાબેરે આ મોઝેક પાછળનો તર્ક સમજાવતા કહ્યું હતું કે, લેબેનોનમાં ગંદકી અને કચરાના ઢગ એક મોટી સમસ્યા છે. અને લોકો તેને નકારાત્મક દ્રષ્ટિકોણથી જોવે છે. પણ પિયર અબ્બડે તેને હકારાત્મક બનાવ્યું છે. તેણે પ્લાસ્ટિકની ખાલી બોટલો, ઠંડા પીણાના કેન તેમજ એલ્યુમિનિયમ જેવાં કચરાનો ઉપયોગ કરી એક સરસ કલાકૃતિ બનાવી છે. અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નાંેધાવ્યું છે. ૨૯ જુલાઇના રોજ ૨૫૦ કરતાં પણ વધારે લોકોએ આ દિવસે હાજરી આપી હતી. જેમાં સંસદના સભ્ય પૌલા યાકુબિયનની સાથે સાથે પર્યાવરણ પ્રેમીઓ અને પ્રેસના લોકોએ પણ હાજરી આપી હતી. તેમણે કચરામાંથી ખૂબ જ સુંદર ચિત્ર બનાવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા ઘણા લેબેનિજ કલાકારો હાજર રહ્યા હતા.

આમ કચરાનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ કરી પિયર અબ્બડે ૯૭૧.૩૭ મીટર લાંબો મેઝોક તૈયાર કર્યો છે. જેમાં તેને સાથે ૧૦૦ થી પણ વધુ વોલેન્ટિયરે સહકાર આપ્યો હતો. આમ એક તરફ પર્યાવરણ વિશે જાગૃતિનો સંદેશો પણ આપે છે અને બોટલો અને કેન તેમજ એલ્યુમિનિયમ જેવાં કચરાને કઇ રીતે ફરી ઉપયોગમાં લેવો તેની પણ જાણકારી આપે છે. અને આ સંદેશાની સાથે સાથે તેણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનંુ સ્થાન પણ હાંસલ કરી દીધું છે.