In the US presidential election, the focus is on India living in the US
  • Home
  • Vishesh
  • USમાં રાષ્ટ્રપતિની ચૂંટણી, સૌથી વધુ ફોકસ અમેરિકામાં વસતા ભારત પર

USમાં રાષ્ટ્રપતિની ચૂંટણી, સૌથી વધુ ફોકસ અમેરિકામાં વસતા ભારત પર

 | 11:28 pm IST

વિશ્વની મહાસત્તા..અમેરિકા..આમ તો અમેરિકા અનેક કારણોસર ચર્ચામાં છે. પણ હવે અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે અને જામ્યો છે ખરાખરીનો જંગ…પણ આ ચૂંટણીમાં સૌથી વધુ ફોકસ છે અમેરિકામાં વસતા ભારત પર છે.

મેરી નિગાહે શૌક ભી કુછ કમ નહીં.
મગર તેરા શબાબ.. તેરા શબાબ હૈ.

આવો જ શબાબ અત્યારે અમેરિકામાં છવાયેલો છે. સત્તા મેળવવાનો શબાબ…અને વિશ્વભરની નિગાહો બસ અમેરિકા પર છે. કેમ કે, અમેરિકામાં યોજાવા જઇ રહ્યો છે લોકશાહીનો મહાપર્વ…અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીઓ માટેની તલવારો ખેંચાઇ ગઇ છે અને અમેરિકાની ચૂંટણી વચ્ચે તમામની નજર અમેરિકામાં વસતા ભારત પર છે.

અમેરિકામાં વસતા ભારતીયો રાષ્ટ્રપતિની ચૂંટણીનું ચિત્ર બદલવા માટે ખુબ અગત્યનાં છે. એટલે જ, ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન બંને ભારતીય મૂળનાં અમેરિકન્સને રીઝવવામાં લાગી ગયા છે. તેમણે ચૂંટણી માટે આપેલા વાયદામાં પણ આ વાત ઉડીને આંખે વળગે છે.

ચૂંટણી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન ભારતીય સમુદાયને રિઝવવા જે પ્રયાસો કરી રહ્યાં છે તેના પરથી એ તો ખ્યાલ આવે છે કે ભારતીય સમુદાય તેમનાં માટે ખુબ અગત્યનો છે. તેમનાં મતો ખુબ અગત્યનાં છે. પણ કેમ અગત્યનાં છે. જાણવું જરૂરી છે.

અમેરિકાનાં ચૂંટણી જંગમાં ભારતીયોને રિઝવવા ડોનાલ્ડ ટ્રમ્પ આકાશ પાતાળ એક કરી રહ્યાં છે ત્યારે ડેમોક્રેટિક પાર્ટીના જો બિડને ભારતીય મૂળનાં કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર જાહેર કરીને હુકમનું પત્તું ઉતાર્યું છે. જે રિપબ્લિકન પાર્ટીને ભારે પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન