વેબ સિરીઝમાં સૈફ અને નવાઝનો નવો અંદાજ - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS

વેબ સિરીઝમાં સૈફ અને નવાઝનો નવો અંદાજ

 | 3:49 am IST

હાલમાં જે વેબ સિરીઝનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો પણ આમાં કામ કરી રહ્યા છે. આ વેબ સિરીઝ વિક્રમ ચંદ્રાની બેસ્ટ સેલર સિક્રેટ ગેમ્સ પર આધારિત છે, જેમાં પોલીસ અને ગૈંગસ્ટર સાથેની આ લડાઇમાં ભ્રષ્ટ નેતાઓની સ્ટોરી છે. આ સિરીઝનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સૈફ પોલીસવાળાની ભૂમિકા ભજવી રહ્યો છે. આઠ સિરીઝમાં બનનાર આ શોને વિક્રમઆદિત્ય મોટવાને અને અનુરાગ કશ્યપ ડાયરેક્ટ કરી રહ્યા છે. આ સિરીઝમાં તે લવ આજકલ પછી ફરીથી શીખના લુકમાં જોવા મળશે. આ શોમાં નવાઝુદ્દીન સિદ્દીક અને રાધિકા આપ્ટે પણ છે અને આગળ જતા તેમાં સુરવીન ચાવલાની પણ એન્ટ્રી થશે.   આમાં, સૈફ સરતાજ સિંહના રોલમાં છે જે મુંબઇનો એક સનકી અધિકારી છે. જેને એક દિવસ સવારે કોઇનો ફોન આવે છે અને જણાવે છે કે તે કોઇ કંપનીના ખતરનાક ગંૈગસ્ટરને પકડાઇ શકે તેમ છે. શો ક્યારે રિલીઝ કરવામાં આવશે તેની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.