In the World Wrestling Championships, Vinesh Phogat captured the bronze medal
  • Home
  • Sports
  • Other Sports
  • વર્લ્ડ રેસલિંગ ચેંમ્પિયનશિપમાં વિનેશ ફોગાટએ બ્રોન્ઝ મેડલ પર કર્યો કબજો

વર્લ્ડ રેસલિંગ ચેંમ્પિયનશિપમાં વિનેશ ફોગાટએ બ્રોન્ઝ મેડલ પર કર્યો કબજો

 | 8:23 pm IST

મહિલા રેસલર વિનેશ ફોગાટ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર ડિફેન્સિવ પ્રદર્શન વડે અમેરિકાની સારા હિલ્ડેબ્રાન્ટ સામે વિજય હાંસલ કરીને 2020 ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાયર કરનાર ભારતની પ્રથમ રેસલર બની ગઇ છે. સારાએ લગભગ પાંચ વખત વિનેશના પગ પકડવાના પ્રયાસ કર્યા હતા પરંતુ ભારતીય રેસલરે તેને કોઇ તક આપી નહોતી અને 53 કિલોગ્રામ રેપચેઝના બીજા રાઉન્ડમાં 8-2થી વિજય હાંસલ કરી લીધો હતો. વિનેશ મુખ્ય ડ્રોના બીજા રાઉન્ડમાં વર્તમાન ચેમ્પિયન માયૂ મુકેદા સામે હારી ગઇ હતી. ત્યારબાદ રેપચેઝનાપ્રથમ રાઉન્ડમાં તેણે યુક્રેનની યૂલિયા ખાલવાદ્જીને કોઇ પણ મુશ્કેલી વિના 5-0થી હરાવી હતી.

વિનેશ પોતાની કારકિર્દીમાં કોમનવેલ્થ ગેમ્સ તથા એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ચૂકી છે પરંતુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક પણ મેડલ જીતી શકી નથી. પોતાની ચોથી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તે પોતાના પ્રથમ મેડલથી માત્ર એક વિજય દૂર છે. બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં તે ગ્રીસની મહિલા રેસલર મારિયા પ્રેવોલારાકી સામે ટકરાશે. રેપચેઝના પ્રથમ રાઉન્ડમાં ગ્રીસની રેસલરે હેડ ટુ હેડ ગ્રીપ મેળવી હતી પરંતુ વિનેશે ડિફેન્સ કરવાની સાથે આક્રમણ વધારે મજબૂત કર્યું હતું અને હરીફ રેસલરને મેટ ઉપર પાડીને પોઇન્ટ હાંસલ કર્યા હતા.

સીમા બિસ્લા 50 કિલોગ્રામ રેપરેઝના બીજા રાઉન્ડમાં રશિયાની એક્ટરિના પોલેૃુક સામે 3-11ના સ્કોરથી હારી ગઇ હતી અને તે ઓલિમ્પિક ક્વોલિફાય થવાથી વંચિત રહી હતી. 76 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં કિરણે જર્મન હરીફ એલિને રોટર સામે 4-0ની લીડ મેળવી હતી પરંતુ ટાઇમ પીરિયડમાં તે પાંચ પોઇન્ટ ગુમાવી બેઠી હતી અને તેનો 4-5ના સ્કોરથી પરાજય થયો હતો.

આ વીડિયો પણ જુઓ : રાજકોટના વીંછિયામાં 5 પોલીસકર્મી સામે ફરિયાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન