વર્ષ ૨૦૧૯માં જૂની સિસ્ટમ મુજબ NEETની લેખિત પરીક્ષાની સંભાવના - Sandesh
  • Home
  • India
  • વર્ષ ૨૦૧૯માં જૂની સિસ્ટમ મુજબ NEETની લેખિત પરીક્ષાની સંભાવના

વર્ષ ૨૦૧૯માં જૂની સિસ્ટમ મુજબ NEETની લેખિત પરીક્ષાની સંભાવના

 | 2:23 am IST

। નવી દિલ્હી ।

મેડિકલમાં પ્રવેશ માટે જરૂરી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) વર્ષ ૨૦૧૯થી વર્ષમાં બે વખત ઓનલાઈન લેવાની સરકારે અગાઉ જાહેરાત કરી હતી પણ હવે સરકાર આ નિર્ણય પાછો ખેંચે તેવી  શક્યતા છે.  દેશની મેડિકલ કોલેજોમાં ગ્દઈઈ્ના પરિણામો, મેરિટને આધારે પ્રવેશ આપવામાં આવે છે આમ મેડિકલમાં પ્રવેશ માટે NEET મહત્વની પરીક્ષા છે. હવે ૨૦૧૯માં NEETની પરીક્ષા વર્ષમાં એક જ વખત પેન એન્ડ પેપર આધારિત ટેસ્ટ તરીકે લેવામાં આવશે. હવે પછીનાં વર્ષમાં પણ આ પરીક્ષાનું આયોજન ઝ્રમ્જીઈ દ્વારા જ કરવામાં આવશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી કે એનટીએ દ્વારા તે લેવાશે નહીં.  ૨૦૧૯માં રાબેતા મુજબ પેન એન્ડ પેપર પરીક્ષા લેવા શિક્ષણ મંત્રાલયની આરોગ્ય મંત્રાલય સાથે ચર્ચા ચાલી રહી છે. આરોગ્ય મંત્રાલયે ૨૦૧૯માં આ પરીક્ષાઓ જુની સિસ્ટમ મુજબ લેવા સરકાર પર દબાણ કર્યું છે. આમ વર્ષ ૨૦૧૯માં સ્ટેટસ ક્વો જાળવી રાખવામાં આવશે નવી દરખાસ્ત મુજબ પરીક્ષા લેવાશે નહીં.

ગ્રામીણ, ગરીબ વિદ્યાર્થીઓને નુકસાનની ભીતિ

આ સંદર્ભમાં એવું માનવામાં આવે છે કે ગ્રામીણ અને આર્થિક રીતે ગરીબ વિદ્યાર્થીઓને જો NEETની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે તો તેનાથી નુકસાન થશે. કારણ કે, મોટાભાગના ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ ઓનલાઈન કે કમ્પ્યૂટરમાં પરીક્ષા આપવામાં ગભરાટ અનુભવતા હોય છે જેની સીધી અસર તેમનાં સ્કોર કે માર્ક્સ પર પડશે.

;