વર્ષ ૨૦૧૮માં પણ માર્કેટમાં તેજી જળવાઇ રહેશે - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS

વર્ષ ૨૦૧૮માં પણ માર્કેટમાં તેજી જળવાઇ રહેશે

 | 4:48 am IST

F&O ફંડાઃ જતિન સંઘવી

વર્ષ ૨૦૧૭માં નોંધપાત્ર વધારો

કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં શેર માર્કેટે તમામ તકોને ઝડપીને નોંધપાત્ર આગેકૂચ કરી છે અને તેના પરિણામે સૂચકાંકો ૨૮ ટકા વધ્યાં છે. વર્ષ ૨૦૧૮માં પણ બજારની તેજી આગળ વધવાની પૂર્ણ શક્યતા છે. સેન્સેક્સ ૩૨૫૬૫ અને નિફ્ટી ૧૦૦૩૩ના હાયર બોટમ ઉપરથી બાઉન્સ બેક થતાં કરેક્શન સમાપ્ત થયું છે અને જો સૂચકાંકો હાયર બોટમની ઉપર જળવાઇ રહેશે તો નિફ્ટી ૧૦૯૪૭-૧૧૨૯૩-૧૧૪૧૩ના ટાર્ગેટ્સને હાંસલ કરે તેવી અપેક્ષા રાખી શકાય.

વીકલી સ્ટાર ફોર્મેશનઃ

સાપ્તાહિક ચાર્ટ ઉપર બંન્ને સૂચકાંકોએ સ્મોલ વ્હાઇટ બોડી સ્ટાર ફોર્મેશન બનાવ્યું છે. દૈનિક ચાર્ટ ઉપર સેન્સેક્સ અને નિફ્ટીએ બિગ ઓપનિંગ વ્હાઇટ બોડી મારુબુઝોનું નિર્માણ કર્યું છે. આમ દૈનિક અને સાપ્તાહિક કેન્ડલસ્ટિક પેટર્ન નજીકના સમયગાળામાં તેજી તરફી વલણની શક્યતા વ્યક્ત કરે છે.

બુલિશ સોસર પૂર્ણ

બંને સૂચકાંકોએ દૈનિક અને સાપ્તાહિક ચાર્ટ્સ ઉપર બુલિશ પેટર્ન પૂર્ણ કરી છે. દૈનિક ચાર્ટ ઉપર બંને સૂચકાંકોએ બુલિશ સોસર ફોર્મેશન પૂર્ણ કર્યું છે અને તે પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૩૫૧૬૫ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૦૯૪૭ છે. સાપ્તાહિક ચાર્ટ ઉપર બુલિશ ફ્લેગ પેટર્ન પૂર્ણ થઇ છે અને તે પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૩૫૬૪૯ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૧૨૯૩ છે.

પેટર્ન વિશ્લેષણઃ

સાપ્તાહિક ફોર્મેશનમાં બંને સૂચકાંકોએ કપ એન્ડ હેન્ડલ ફોર્મેશન પૂર્ણ કર્યું છે, જે પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૩૪૬૭૭-૩૭૫૫૪ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૦૫૩૬-૧૧૪૧૩ છે. જો આપણે વર્ષ ૨૦૦૭થી ૨૦૧૪ દરમિયાનની સાત વર્ષની કપ એન્ડ હેન્ડલ ફોર્મેશનને ધ્યાનમાં લઇએ તો તે પેટર્ન પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૩૪૭૧૫ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૦૪૬૨ છે. આમ મધ્યમગાળામાં સેન્સેક્સ ૩૪૬૭૭-૩૪૭૧૫ અને નિફટી ૧૦૪૬૨-૧૦૫૩૬ના ટાર્ગેટ્સને હાંસલ કરે તેવી અપેક્ષા છે.

૧૦૦૩૩ – હાયર બોટમઃ

ચાર સપ્તાહ પહેલાં સૂચકાંકોએ ક્લાસિક બેઅર ટ્રેપનો સામનો કર્યો હતો. આના પરિણામે સેન્સેક્સ ૩૨૫૬૫ અને નિફ્ટી ૧૦૦૩૩ના હાયર બોટમને સ્પર્શ્યા હતાં. આ સપોર્ટ સ્તરેથી માર્કેટ બાઉન્સ બેક થયું હતું. લક્ષ્યાંકો હાંસલ કરવા માટે માર્કેટ આ સ્તરોની ઉપર જળવાઇ રહે તે આવશ્યક છે.

ટ્રેન્ડ વિશ્લેષણઃ

આ સપ્તાહે બંને સૂચકાંકો ૨૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૩૪૨૪ અને નિફ્ટી – ૧૦૩૨૨)ની ટૂંકાગાળાની સરેરાશ તથા ૫૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૩૩૩૦ અને નિફ્ટી – ૧૦૩૧૫)ની મધ્યમગાળાની સરેરાશ ઉપર જળવાયેલા રહ્યાં. આ ઉપરાંત સૂચકાંકો ૨૦૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૧૬૩૮ અને નિફ્ટી – ૯૮૧૭)ની લાંબાગાળાની સરેરાશ ઉપર પણ જળવાયેલા રહ્યાં છે. આમ ટૂંકા અને મધ્યમગાળાના વલણમાં આગેકૂચ તથા લાંબાગાળે તેજીની શક્યતા જોવા મળી રહી છે.

ઓસિલેટર વિશ્લેષણઃ

એમએસીડી અને પ્રાઇઝ આરઓસી બંને ખરીદી મોડમાં છે. આરએસઆઇ (૬૩) તેજીની આગેકૂચ દર્શાવે છે. જોકે, એડીએક્સ ઉપર તેજીની અસર વર્તાઇ નથી અને તે કોન્સોલિડેશનની સંભાવના દર્શાવે છે. એમએફઆઇ (૫૪) બજારમાં નાણાનો સકારાત્મક પ્રવાહ દર્શાવે છે. ઓબીવી ખરીદી મોડમાં જળવાયેલા છે. આમ ઓસિલેટર્સ નજીકના સમયગાળામાં તેજી તરફી વલણની સંભાવના વ્યક્ત કરે છે.

ઓપ્શન વિશ્લેષણ

જાન્યુઆરી શ્રેણી માટેના ઓપ્શન આંકડા અનુસાર ૧૧,૦૦૦ની સ્ટ્રાઇક ઉપરહાઇએસ્ટ કોલ ઓપન ઇન્ટરેસ્ટ અને ૧૦૩૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ પુટ બિલ્ડ-અપ જોવા મળવાની શક્યતા છે. આમ ઓપ્શન આંકડા ૧૧૦૦૦ના રેઝિસ્ટન્સ અને ૧૦૩૦૦ના સપોર્ટ પ્રમાણે ટ્રેડિંગ રેન્જ સૂચવે છે.