In this village, the 300-year-old miracle temple of Ranchhodji
  • Home
  • Featured
  • આ ગામમાં છે રણછોડજીનું 300 વર્ષ જૂનું ચમત્કારિક મંદિર, દરેક દુ:ખ થશે દૂર

આ ગામમાં છે રણછોડજીનું 300 વર્ષ જૂનું ચમત્કારિક મંદિર, દરેક દુ:ખ થશે દૂર

 | 9:14 am IST

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સોનગીર-ઇન્દ્રાલ ગામે રાજા રણછોડજીનું આશરે 300 વરસ જૂનું મંદિર આ વિસ્તારના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અંહિયા બિરાજતિ રાજા રણછોડજીની પ્રતિમા ડાકોર અને દ્વારકામાં બિરાજતા ઠાકોરજી કરતા પણ ઉંચી છે. સોનગીર-ઇન્દ્રાલ ગામમાં રણછોડજી મંદિરના કારણે મિનિ ડાકોર તરીકે આ વિસ્તારમાં ઓળખાય છે.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સોનગીર-ઇન્દ્રાલ ગામે રણછોડજીનું મંદિર આવેલું છે.આ મંદિરના શિખર ઉપર શ્વેત રંગની ધર્મધજા બારેમાસ ફરકતી રહે છે. લગભગ ત્રણસો વરસ અગાઉ રણછોડજીની પ્રતિમા એક ઝુંપડા જેવા ઘરમાં બિરાજતી હતી.પરંતુ ત્યાર બાદ અહીં નજીકના રેલ્વેસ્ટેશનમા ગાર્ડ તરીકે ફરજ બજાવતા જોશીજીએ અહીં આ મંદિર બનાવ્યુ હતુ આ મંદિરનો ઇતિહાસ પણ ઘણો રોચક છે

રણછોડ રાય મંદિરમાં સ્થાપિત આ મૂર્તિ અત્યંત આકર્ષક અને મનને મોહી લે એવી છે.અહિયા આવતા દરેક શ્રધ્ધાળુ ભકત ઘડી બેઘડી માત્ર આ રણછોડજીની પ્રતિમાને જોયા જ કરે છે..નજર હટાવવાનું કોઇને મન કે ઇચ્છા થાય નહી એવી અત્યંત આકર્ષક અત્રેની પ્રતિમા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન