NIFTY 10,118.25 -9.50  |  SENSEX 32,802.44 +-67.28  |  USD 64.3900 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : આ રીતે જંગલનો રાજા સિંહ બન્યો માં દુર્ગાનું વાહન

Video : આ રીતે જંગલનો રાજા સિંહ બન્યો માં દુર્ગાનું વાહન

 | 5:32 pm IST

શક્તિ સ્વરૂપા માં દુર્ગાને સમસ્ત સંસાર પુજે છે. માત્ર પામર માનવી જ નહિ પરંતુ દેવતાઓ પણ માતાના ચરણોમાં શિષ ઝુકાવે છે માતા દુર્ગાને સિંહ સ્વરૂપે વાહન પ્રાપ્ત થયું તેની પાછળ સુંદર કથા જાડાયેલી છે. આદિ શક્તિ,પાર્વતી, શક્તિ વગેરે નામોથી માં દુર્ગા પ્રસિદ્ધ છે. ધાર્મિક ઈતિહાસ મુજબ મહાદેવ શિવ શંકરને પતિ રૂપે પામવા માટે પાર્વતીએ હજારો વર્ષ સુધી તપસ્યા કરી.

કહેવાય છે કે પાર્વતીની તપસ્યામાં એટલુ તેજ હતુ કે તેના પ્રભાવથી તેઓનો વર્ણ શ્યામ થઈ ગયો. તપસ્યાથી શિવ પ્રસન્ન થયા. આમ શિવ પાર્વતીના વિવાહ બાદ તેમને પુત્ર તરીકે કાર્તિકેય અને ગણેશની પ્રાપ્તિ થઈ. કહેવાય છે કે એકવાર શિવજીએ મજાકમાં પાર્વતીને કાળી કહી. ઝોમના શબ્દોથી પાર્વતીજીને ખોટુ લાગ્યું અને તેઓ તપસ્યામાં બેસી ગયા. જ્યારે માતા પાર્વતી તપસ્યામાં લીન હતા ત્યારે એક ભુખ્યો સિંહ તેમનો શિકાર કરવાના ઈરાદે ત્યાં આવ્યો. પરંતુ દેવીને તપસ્યામાં લીન જોઈ તે ત્યાં જ બેસીને રાહ જુએ છે. આ દરમિયાન ઘણા વર્ષો વીતી ગયા.

પાર્વતીજી હજી પણ તપસ્યામાં જ લીન હતા. અને પેલો સિંહ પણ ત્યાં જ તેમના ઉઠવાની રાહ જાઈને બેસી રહ્યો. ત્યારે મહાદેવ ત્યારે પ્રગટ થયા અને પાર્વતીને ગોરી બનવાનુ વરદાન આપ્યુ. જ્યારે પાર્વતીજીએ તપસ્યા બાદ સ્નાન કર્યુ તો સ્નાન બાદ તેમના દેહમાંથી એક દેવી પ્રગટ થઈ જેનો વર્ણ બિલકુલ શ્યામ હતો. અને માતા પાર્વતી ગોરા બની ગયા. આ કથા અનુસાર તેમના દેહમાંથી પ્રગટ થયેલી દેવીનું નામ કૌશીકી પડ્યુ અને પાર્વતીજી ગૌરીના નામે પુજાવા લાગ્યા. સ્નાન બાદ દેવી પાર્વતીની દ્રષ્ટિ પેલા સિંહ પર પડી જે વર્ષો બાદ પણ તેમનો શિકાર કરવાની રાહ જાઈ બેઠો હતો. આમ વર્ષો સુધી પાર્વતીજીની જેમ આ સિંહે પણ તપસ્યા જ કરી. તેની તપસ્યાથી તેઓ પ્રસન્ન થયા. આથી આ સિંહની શક્તિઓ પર અંકુશ મેળવીને તેને પોતાનુ વાહન બનવાનું વરદાન આપ્યુ. તો આમ, આ રીતે સિંહ બન્યો મા દુર્ગાનું વાહન.