In three days, Mukesh Ambani became the sixth richest man in the world
  • Home
  • Business
  • ત્રણ દિવસમાં અંબાણીની બીજી હરણફાળ, વિશ્વના ધનિકોમાં આવ્યા છઠ્ઠા ક્રમે

ત્રણ દિવસમાં અંબાણીની બીજી હરણફાળ, વિશ્વના ધનિકોમાં આવ્યા છઠ્ઠા ક્રમે

 | 6:32 pm IST

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી જે ઝડપે અમીરીની ટોચ પર જઈ રહ્યા છે તે આશ્ચર્યજનક છે. ગૂગલના સ્થાપકો સર્જ બ્રિન અને લેરી પેજને પાછળ છોડી તેઓ વિશ્વના છઠ્ઠા ધનિક વ્યક્તિ બન્યા છે. ત્રણ દિવસમાં જ તે દુનિયાના સાતમાથી છઠ્ઠા ધનાઢ્ય બની ગયા છે.

હવે અંબાણીની સંપત્તિ આટલી થઈ ગઈ છે

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર તેમની કુલ સંપત્તિ 72.4 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. રિલાયન્સનો શેર સોમવારે 3 ટકા વધ્યો હતો, જેના કારણે તેમની સંપત્તિ લગભગ 2.17 અબજ ડોલર વધીને 72.4 અબજ ડોલર થઈ ગઈ છે.

નોંધપાત્ર વાત એ છે કે યુ.એસમાં ટેક શેરના ઘટાડાને લીધે ગૂગલના ફાઉન્ડર પેજમાં 71.6 અબજ ડોલરની સંપત્તિ છે અને બ્રિનની સંપત્તિ માત્ર 69.4 અબજ ડોલર છે. ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, ગયા સપ્તાહે મુકેશ અંબાણી બર્કશાયર હેથવેના સીઈઓ અને રોકાણકાર વોરેન બફેટને પાછળ છોડી વિશ્વના સાતમા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.

અંબાણી સતત ટોચ પર

મુકેશ અંબાણી છેલ્લા કેટલાક વર્ષોથી સતત ભારતના નંબર વન શ્રીમંત વ્યક્તિ છે. તે એશિયામાં પણ સૌથી શ્રીમંત વ્યક્તિ છે અને સાથે સાથે વિશ્વના ટોચના 10 ધનિકની યાદીમાં એકમાત્ર

એકમાત્ર એશિયન જેને વિશ્વના ધનિકો યાદીમાં સ્થાન મળ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની કંપની જિઓ પ્લેટફોર્મમાં છેલ્લા ત્રણ મહિનામાં એક ડઝનથી વધુ વિદેશી કંપનીઓએ એક લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. જેના કારણે રિલાયન્સના શેર સતત મજબૂત થઈ રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ 12 લાખ કરોડને પાર કરી ગઈ છે

મુકેશ અંબાણીની આગળ કોણ છે?

અબજોપતિઓની યાદીમાં ટોચ પર એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ છે જેમની કુલ સંપત્તિ 184 અબજ ડોલર છે.તો માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ બીજા નંબરે છે જ્યારે બર્નાર્ડ ઓર્નોલ્ટ ફેમિલી ત્રીજા નંબરે છે. આ સિવાય ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ ચોથા નંબર પર છે. સ્ટીવ બોલ્મર પાંચમાં સ્થાને છે. મુકેશ અંબાણી પછી સાતમા સ્થાને ગુગલના સહ-સ્થાપક લેરી પેજ, આઠમાં ક્રમે વોરન બફેટ અને 9માં ક્રમે ગુગલ તરફથી સેરગેઈ બ્રિન છે. એલોન મસ્ક દસમા ક્રમે એકમાત્ર અમેરિકન ઉદ્યોગપતિ છે.

વિશ્વમાં દરરોજ બિલીયોનરની યાદી ફોર્બ્સ અને બ્લૂમબર્ગ દ્વારા બહાર પાડવામાં આવે છે. પરંતુ જુદા જુદા સમયે પ્રકાશિત થવાને કારણે, બંને આકૃતિઓ વચ્ચેનો તફાવત ઘણી વખત જોવા મળે છે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદ ગુજરાત યુનિ.માં ABVPનો હોબાળો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન