દોઢ મહિનામાં ડેન્ગ્યૂના ૧૧,૪૫૧ શંકાસ્પદ કેસ : ૧૬ દિવસમાં ૪૫૪ દર્દી દાખલ થયા - Sandesh
  • Home
  • Ahmedabad
  • દોઢ મહિનામાં ડેન્ગ્યૂના ૧૧,૪૫૧ શંકાસ્પદ કેસ : ૧૬ દિવસમાં ૪૫૪ દર્દી દાખલ થયા

દોઢ મહિનામાં ડેન્ગ્યૂના ૧૧,૪૫૧ શંકાસ્પદ કેસ : ૧૬ દિવસમાં ૪૫૪ દર્દી દાખલ થયા

 | 3:43 am IST

। અમદાવાદ ।

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન તંત્ર નિદ્રાંધિન છે. શહેરમાં છેલ્લા બે મહિનાથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે પણ તેને નિયંત્રણ લેવામાં કોઇ અસરકારક પગલાં મ્યુનિ.એ લીધા હોય તેવું દેખાતુ નથી. શહેરમાં છેલ્લા ત્રણ મહિનાથી ડેન્ગ્યૂના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા બે મહિનામાં ડેન્ગ્યૂના બે હજાર કેસ નોંધાઇ ચૂક્યા છે. અમદાવાદ મ્યુનિ. હેલ્થ ખાતાએ આજે જાહેર કરેલા રોગચાળાના આંકડા મુજબ, ૧થી ૧૬ નવેમ્બર દરમિયાન ડેન્ગ્યૂના ૪૫૪, સાદા મેલેરિયાના ૧૫૨, ઝેરી મેલેરિયાના ૨૧ અને ચીકનગુનિયાના ૧૯ દર્દી હોસ્પિટલમાં દાખલ થયા છે જ્યારે છેલ્લા દોઢ મહિનામાં ડેન્ગ્યૂના શંકાસ્પદ ૧૧,૪૫૧ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા ૧૦ મહિનામાં અમદાવાદ શહેરની ૬૫ લાખની વસ્તી સામે ૧૩.૫૪ લાખ શહેરીજનોને વાઇરલ ફીવર થયો હોવાનું મ્યુનિ.એ જાહેર કર્યું હતુ.

અમદાવાદ શહેરમાં ગત વર્ષની સરખામણીએ પણ ડેન્ગ્યૂના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યૂના કેસોની વાત કરીએ તો, ગત વર્ષ ૨૦૧૮ના સપ્ટેમ્બરમાં ૮૯૯, ઓક્ટોબરમાં ૧૨૩૪ અને નવેમ્બરમાં ૩૩૨ કેસ નોંધાયા હતા જ્યારે ૨૦૧૯ના સપ્ટેમ્બર મહિનામાં કેસ વધીને ૧૪૦૯, ઓક્ટોબરમાં ૧૪૩૬ અને નવેમ્બરમાં ૪૫૪ કેસ નોંધાયા છે.

AMCના બાબુઓ તમારા ઘરમાં જે દવા છાંટે છે તે પોતાની ચેમ્બરમાં છાંટતા નથી

અમદાવાદ મ્યુનિ.માં હાલમાં એક કિસ્સો ચર્ચામાં છે. એક અધિકારીની ચેમ્બરમાં મચ્છરો વધી ગયા હતા તો ત્યાં અન્ય કર્મચારીઓએ મચ્છર મારવાની જે દવા નાગરિકોના ઘરમાં છંટાય છે તે છાંટવા કહ્યું હતુ તો અધિકારીએ ચોખ્ખી ના પાડી દીધી હતી જેનાથી દુર્ગંધ આવે છે. જો નાગરિકોના ઘરોમાં મચ્છરોના મારવા જે સ્પ્રે કરી દવા છંટાય છે તે દવા મ્યુનિ.ના અધિકારીઓ પોતાની ચેમ્બરમાં છાંટતા નથી. આમ મ્યુનિ.માં નાગરિકોના ઘરોમાં જે દવા છાંટવા માટેના કોન્ટ્રાક્ટ અપાય છે તે દવા મ્યુનિ.ના દરેક ઓફિસ કે અધિકારીઓની ચેમ્બરમાં કેમ છાંટવામાં આવતી નથી તે પણ મોટો પ્રશ્ન છે.

શહેરમાં છેલ્લા ૧૦ મહિનામાં વાઇરલ ફીવરના કેસ

મહિનો          કેસ

(બ્લડ સ્મીઅર એક્ઝામિન)

જાન્યુઆરી      ૧,૨૦,૯૬

ફેબ્રુઆરી        ૧,૨૪,૯૩૧

માર્ચ            ૧,૦૬,૭૬૨

એપ્રિલ         ૧,૦૫,૧૮૭

મે              ૧,૦૨,૮૭૯

જુન            ૧,૧૩,૮૮૩

જુલાઇ          ૧,૪૯,૬૮૯

ઓગસ્ટ         ૧,૬૨,૬૩૭

સપ્ટેમ્બર       ૧,૬૭,૬૧૮

ઓક્ટોબર      ૧,૪૬,૬૨૪

૧૬ નવેમ્બર સુધી      ૫૩,૭૨૮

કુલ             ૧૩,૫૪,૯૦૭

છેલ્લા ૧૦ મહિનામાં ડેન્ગ્યૂના શંકાસ્પદ કેસ

મહિનો          કેસ

(સીરમ સેમ્પલ ટેસ્ટેડ)

જાન્યુઆરી      ૨૭૮૬

ફેબ્રુઆરી        ૨૭૪૯

માર્ચ            ૨૪૪૧

એપ્રિલ         ૨૦૫૮

મે              ૨૨૯૧

જુન            ૨૨૫૨

જુલાઇ          ૪૧૮૮

ઓગસ્ટ         ૫૬૫૭

સપ્ટેમ્બર       ૭૨૩૯

ઓક્ટોબર      ૮૭૦૫

૧૬ નવેમ્બર સુધી      ૨૭૪૬

કુલ             ૪૩૧૧૨

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;