USમાં વધુ બે ગુજરાતીઓ લૂંટારુઓનો ભોગ બન્યા - Sandesh
  • Home
  • Gujarat
  • USમાં વધુ બે ગુજરાતીઓ લૂંટારુઓનો ભોગ બન્યા

USમાં વધુ બે ગુજરાતીઓ લૂંટારુઓનો ભોગ બન્યા

 | 3:17 am IST

અમેરિકામાં મહેસાણાના યુવાન અલ્પેશ પ્રજાપતિને લુંટના ઈરાદે આવનાર નીગ્રોએ હત્યા કર્યાના અહેવાલ આવ્યાં બાદ ગણતરીના દિવસોમાં સાઉથ કારોલીનાના સ્ટોરના બે વિડીયો વાયરલ થતાં ગુજરાતી મહિલા અને યુવાન પર લુંટારૂઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં સ્ટોરમાં કામ કરતાં યુવાનને ગન પોઈન્ટ પર લુંટી લેવાનાર અશ્વેત આરોપી સફળ થાય છે. જયારે શો રૂમમાં પ્રવેશતી વખતે ડોર પાસે જ બેગ છીનવીને મહિલાને લુંટી લેવાના પ્રયાસમાં બહાદુરી યુવક સંઘર્ષ કરી રહેલી મહિલાની મદદએ સ્ટોરમાંથી વ્યકિતઓ આવતાં બચી જાય છે. ગુજરાતીઓ પરના હુમલાનાં આ વીડીયો ગત ૧૭ તારીખના છે. જે વાયરલ થઈને ચરોતરમાં આવતાં એનઆરઆઈ સ્ટેટમાં દહેશતનું વાતાવરણ વ્યાપી ગયું છે.

અમેરીકાના ગ્રીન વીલે સાઉથ કારોલીનાના બે જુદા જુદા સ્ટોરમાં આ ઘટના બની છે. જે સીસીટીવીમાં રેકોર્ડ થઈ જતાં વાયરલ થઈ ગઈ છે. જેમાં પ્રથમ ઘટનામાં સ્ટોરમાં કામ કરતાં ગુજરાતી કર્મચારી ગ્રાહકો પાસેથી બીલ વસુલીના બાકીના પૈસા આપ્યા બાદ ત્યાં નીગ્રો લુંટારૂઓ આવે છે અને તેને ગન બતાવીને પૈસાની માંગણી કરે છે. ગન પોઈન્ટ પર કેશ કાઉન્ટરની તમામ રૂપિયા લુંટીને પલાયન થઈ જાય છે. જયારે બીજી ઘટનામાં સ્ટોરમાં વસ્તુ ખરીદવા માટે આવતી ગુજરાતી મહિલા સ્ટોરમાં પ્રવેશે તે પહેલાં જ દરવાજા પાસે જ તેના પર્સને છીનવીને તેને લુંટી લેવાનો પ્રયાસ કરવામાં આવે છે.

જો કે નીગ્રો લુંટારૂઓ દ્વારા થયેલા આ પ્રયાસમાં મહીલાએ બેસી જઈને બળપુર્વક લુંટારૂઓનો પ્રતિકાર કરતાં સ્ટોરમાંથી એક વ્યકિત દોડીને તેની મદદે આવે છે.  દરમીયાન લુંટારાની મદદે કારમાં આવેલા એક અન્ય લુંટારૂ મહિલાને કચડી નાંખવાનો પ્રયાસ કરે છે. પરંતુ મહિલા બચી જાય છે અને સ્થળ પર અન્ય ત્રીજીકાર આવી જતાં મહિલાની મદદગારો સંખ્યા વધી જતાં લુંટારાઓ ભાગી જાય છે. આ ગુજરાતી મહિલા કોણ છે કયાંની છે. તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ ચરોતર પ્રદેશમાં ગુજરાતીઓ પર અમેરીકામાં થયેલા હુમલાનાં ગુના તરીકે ગણાવીને વીડીયો વાયરલ થઈ રહ્યો છે. તથા ઘટનાના અનુસંધાનમાં અમેરીકામાં ગુજરાતીઓ સુરક્ષીત નથી તેવી તીખી પ્રતિક્રીયા શરૂ થઈ ગઈ છે.

;