In USA More Than 300 Preists Sexually Abused 1000 Children Reveals Report
  • Home
  • World
  • 1000થી વધુ બાળકોનું પાદરીઓ દ્વારા કરવામાં આવ્યું જાતીય શોષણ !!!

1000થી વધુ બાળકોનું પાદરીઓ દ્વારા કરવામાં આવ્યું જાતીય શોષણ !!!

 | 4:21 pm IST

પેન્સિલવેનિયા સુપ્રીમ કોર્ટે મંગળવારે કેથોલિક ચર્ચના પાદરીઓ દ્વારા બાળકોના કરવામાં આવેલા જાતીય શોષણ અંગે ગ્રાન્ડ જ્યુરીનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં ચોંકવાનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે 300 થી વધારે પાદરીઓએ પાછલા 70 વર્ષોમાં 1000થી વધારે બાળકોનુ જાતીય શોષણ કર્યુ છે.

પાદરીઓ દ્વારા તેના પર ઢાંક પિછોડો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે જ્યુરીને લાગે છે કે શોષણનો ભોગ બનેલા બાળકોનો વાસ્તવિક આંકડો તેના કરતા પણ વધારે હોઈ શકે છે. અમેરિકાના ઈતિહાસમાં કેથોલિક ચર્ચ પરનો આ સૌથી મોટો રિપોર્ટ છે. આ માટે ગ્રાન્ડ જ્યુરીની તપાસ એટોર્ની જનરલ જોશ શૈપિરોના નેતૃત્વમાં 18 મહિના સુધી ચાલી હતી. જેમાં હૈરિસબર્ગ, પીટ્સબર્ગ, એલેનટાઉન, સ્ક્રૈનટન, એરી અને ગ્રીન્સબર્ગ જિલ્લાના અધિકારીઓ પણ શામેલ થયા હતા.

1400 પાનના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે જે તે સમયે મોટાભાગની ઘટનાઓ છુપાવી દેવામાં આવી હતી. હવે આ કિસ્સા એટલા જુના થઈ ગયા છે કે તેના પર કોર્ટમાં કાર્યવાહી કરવી પણ શક્ય નથી. આ રિપોર્ટના અનુસાર, પાદરીઓએ છોકરા અને છોકરી બંનેનું શોષણ કર્યું છે.

પાદરીઓએ આ રિપોર્ટ સાવર્જનિક ના થાય તે માટે કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા. આ પાદરીઓ તરફથી રિપોર્ટમાં તેમના નામ જાહેર થાય તો તેમની છાપ પણ ખરાબ થઈ રહી હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત લોકોની લાગણી પણ ના દુભાય તેનું ધ્યાન રાખવાની અપીલ કરી છે.