વડોદરા: સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં થયો ચોંકાવનારો ખુલાસો - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરા: સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં થયો ચોંકાવનારો ખુલાસો

વડોદરા: સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં થયો ચોંકાવનારો ખુલાસો

 | 8:53 pm IST

શહેર નજીક અનગઢ ગામ પાસે રહેતી એક ૧૬ ર્વિષય સગીરા સાથે નરાધમે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. સગીરાને એકાએક પેટમાં દુખાવો ઉપડતાં ગોત્રીની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તે ગર્ભવતી હોવાનો પર્દાફાશ થયો હતો.

ધો-૯ સુધી અભ્યાસ કરનાર કિશોરી વારંવાર શહેર નજીકના કોટણા ગામમાં તેના સબંધીના ઘરે જતી હતી. લગભગ એક વર્ષ પહેલા તે હવસખોર કિશન રણછોડ ગોહિલ (રહે, કોટણા ગામ)ના સંપર્કમાં આવી હતી. કિશને સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ-ચાર દિવસ પહેલા એકાએક કિશોરીને પેટમાં જબરજસ્ત દુખાવો ઉપડયો હતો. જેથી તેની માતા તેને ગોત્રી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં તેને દવા તેમજ ઈન્જેક્સન આપ્યું હતું.

ત્યારબાદ સગીરા અને તેની માતા ઘરે પરત આવતા હતા, ત્યારે ફરી દુખાવો થતાં માતાએ તરત એમ્બુલન્સ ૧૦૮માં તેને દવાખાને ખસેડી હતી. જ્યાં કિશોરીના પેટમાં ચાર માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જોકે, રસ્તામાં જ મિસ કેરેજ થઈ ગયું હતું. સગીરા હાલ હોસ્પિટલમાં જ દાખલ છે, તેની તબિયત થોડી નાતંદુરસ્ત હોવાથી તેનું વિગતવારનું નિવેદન અમે લઈ શક્યા નથી, તેમ તપાસ અધિકારી જે.કે.પટેલે જણાવ્યું હતું. પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે નરાધમ કિશન ગોહિલ વિરુદ્વ ઈપીકો કલમ ૩૭૬ અને પોસ્કો એક્ટની કલમ ૬ હેઠળ ગુનો નોંધ્યો હતો.