NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વલસાડ નજીક જીપ પલટી જતાં 7ના મોત

વલસાડ નજીક જીપ પલટી જતાં 7ના મોત

 | 12:31 am IST

વલસાડથી આશરે 20 કિમી દૂર ધામણી અને તામછડી વચ્ચે જંગલ વિસ્તારમાં કમાન્ડર જીપ ઓવર ટર્ન થઈને ઘાટમાં પડી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જીપમાં કુલ 11  વ્યક્તિઓ પૈકી 7ના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલ બે લોકોને સારવાર માટે ધરમપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બે ભાઈઓ ચાલું જીપે ખાબકતા પહેલા જ કૂદી પડયા હતા. તેમનો આબાદ બચાવ થયો હતો.

IMG-20170320-WA0228

વલસાડ પાસે ધરમપુર તાલુકાના અંતરિયાળમાં તામછડી કોરવડ રોડ પર સોમવારે રાત્રે આશરે સાડા નવ વાગ્યાના સુમારે એક જીપ પલટી ખાઈ ગઈ હતી. જીપમાં 11 વ્યક્તિઓ સવાર હતી પણ બે વ્યક્તિઓ જીપમાંથી કૂદી પડતા આબાદ બચી ગયા. જ્યારે જીપ ઘાટમાં પડી ત્યારે 9 વ્યક્તિઓ સવાર હતા. તેમાં સવાર તમામ તામછડી ગામના એક જ ફળિયાના રહેવાસી હતા.

VLC4018-02-14-14h19m33s601

IMG-20170320-WA0230

મળતી વિગતો મુજબ ધરમપુરના તામછડી ગામના વરલાપાડા ફળિયામાં રહેતા 11 જણા ફળિયાની જીપમાં સવાર થઈને નાની કોરવડ ગામે લગ્નપ્રસંગ માટે વાસણો તથા રિંગણા આપવા ગયા હતા. બંને વસ્તુઓ ત્યાં પહોંચાડીને તે પરત ફરતા હતા તે દરમિયાન હાંડી ગેટના નામે ઓળખાતા તાડપાડા ખાતે જૂપના ચાલકત કિરણ સોનદરભાઈ નાયકે એકાએક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી જીપ ઉથલી પડી હતી આ દરમિયાન બે ભાઈઓ પ્રવીણ બાબલુભાઈ પારીયા અને કાંતિ બાબલુભાઈ પારીયા કૂદી પડ્યા હતા. તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે જીપ ઉંધી પડી જતા નીચે ફેંકાઈ ગયેલા સીતારામ ભીમજી દારવાહ, નરેશ ગોસંદીભાઈ પણઘે, જયંતિ ગાનાભાઈ પણઘે, વિનોદ સુરેશભાઈ ગાંગર, પ્રિતેશ ગોસંદીભાઈ ગાંગર, અરવિંદ સુરેશભાઈ ગાંગર અને જીપ ડ્રાઈવર કિરણ સોનદરભાઈ નાયકના ઘટનાસ્થળે જ મૃત્યું થયા હતા. જ્યારે નિતેશ ભીમજી દાહવાદ અને રાહુલ શુક્કરભાઈ પારીયાને ગંભીર ઈજાઓ થતાં, રોણવેલ અને સિદુમ્બર 108માં ધરમપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.