વડાલામાં BMCનું ૧૦૦ વર્ષ જૂના દસ્તાવેજો સંભાળવા કેન્દ્ર - Sandesh
  • Home
  • Mumbai
  • વડાલામાં BMCનું ૧૦૦ વર્ષ જૂના દસ્તાવેજો સંભાળવા કેન્દ્ર

વડાલામાં BMCનું ૧૦૦ વર્ષ જૂના દસ્તાવેજો સંભાળવા કેન્દ્ર

 | 1:35 am IST

। મુંબઇ  ।

બહુ જલદી બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) વડાલામાં એક એવું કેન્દ્ર બનાવવાની છે જ્યાં ૧૦૦ વર્ષ કે એનાથી પણ આગળના પબ્લિક રેકોર્ડ સંભાળીને રાખવામાં આવશે. અહીં જન્મ અને મૃત્યુ સાથે સંકળાયેલા દસ્તાવેજો સૌથી ખાસ હશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે BMC પાસે છેલ્લાં ૧૦૦ વર્ષના લાખો જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો છે, જે હાલ અલગ અલગ વોર્ડ ઓફિસમાં રાખવામાં આવ્યા છે.

અધિકારીએ કહ્યું કે એમને એક જગ્યાએ ભેગા કરવા માટે BMC વડાલાસ્થિત એકવર્થ લેપ્રેસી હોસ્પિટલના પરિસરમાં રેકોર્ડ સેન્ટર શરૂ કરવાની તૈયારીમાં છે. અહીં બીજી સેવાઓ પણ શરૂ કરવાનો વિચાર ચાલી રહ્યો છે. BMC પાસેથી મળેલી માહિતી પ્રમાણે પ્રશાસન પાસે કેટલાક એવા દસ્તાવેજ છે જે ૧૦૦ વર્ષ કે એનાથી પણ જૂના છે. સમયની સાથોસાથ આ દસ્તાવેજોની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. આ દસ્તાવેજોમાં કીડા લાગી ગયા છે અને જૂના થઈ જવાના કારણે ફાટી જવાનો ડર રહેલો છે. એમને સુરક્ષિત રાખવા માટે સ્કેન કરવામાં આવી રહ્યા છે. તેમને એવી જગ્યા પર રાખવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, જ્યાંથી વારે વારે હટાવવામાં ન આવે.  સ્વાસ્થ્ય વિભાગના એડિશનલ કમિશનર આઇ. એ. કુંદને જણાવ્યું હતું કે અમે એકવર્થ લેપ્રસી હોસ્પિટલના ખાલી પડેલી જમીનમાં અનેક કેન્દ્રો ઊભાં કરવાનું વિચારી રહ્યા છીએ.

;