In which business will your lord planet give you success?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • તમારો સ્વામી ગ્રહ તમને કયા વ્યવસાયમાં સફળતા અપાવે? જાણો એક ક્લિક પર

તમારો સ્વામી ગ્રહ તમને કયા વ્યવસાયમાં સફળતા અપાવે? જાણો એક ક્લિક પર

 | 7:31 am IST
  • Share

જ્યોતિષ શાસ્ત્ર

કુંડળીનો અભ્યાસ કરતાં અને તે વિશે જ્ઞાન ધરાવતાં લોકો એ વાત હંમેશાં જણાવતાં રહે છે કે તમારી કુંડળીમાં તમારો જે સ્વામી ગ્રહ હોય તે ગ્રહ તમને અમુક ચોક્કસ વ્યવસાયમાં ખૂબ સફળતા અપાવતાં હોય છે. તમારી કુંડળીનો જે સ્વામી ગ્રહ હોય તે જાણી તે મુજબનો વ્યવસાય પસંદ કરવાથી તમને ક્યારેય નિષ્ફળતાનો સામનો નહીં કરવો પડે. તો ચાલો જાણી લઇએ ગ્રહો અને તેના વ્યવસાયો વિશે

સૂર્ય

ડોક્ટરી વ્યવસાય, સુવર્ણ મોતીનો વ્યાપાર, રાજ્યમાં ઉચ્ચ અધિકારી, ઘાસ, વાંસનો વ્યાપાર, ઉદ્યોગ ગૃહનો સંચાલક. સૂર્ય-બુધ હોય તો શિક્ષણ, પત્રકાર. સૂર્ય-મંગળ હોય તો ફાયર-બ્રિગેડ, એન્જિન ડ્રાયવર, ઈલેકટ્રીસિટીનો વ્યવસાય. સૂર્ય-શનિ હોય તો હવાઈજહાજના પાઇલટ, કર્મચારી તથા વહીવટી અધિકારી કે કારકુનની નોકરી. સૂર્ય શુભ હોય, સ્વગ્રહી તથા ઉચ્ચનો હોય તો જે તે લાઈનમાં વધુ સફળતા મળે છે.

ચંદ્ર

કૃષિ, જળસંબંધી વ્યવસાય, જમીન, ધીરધાર કરનાર, વાહન-વ્યવહાર, સ્ટીમરના કપ્તાન, ચંદ્ર-મંગળ હોય તો રંગરસાયણ, ચંદ્ર-બુધ હોય તો ગ્રંથકાર, ચંદ્ર-શુક્ર હીરામોતી અને ઝવેરાત, ચંદ્ર-શનિ હોય તો ખનીજ વ્યવસાય. ચંદ્રના પ્રભાવવાળા નોકરિયાતો ખજાનચી તથા કેશિયર હોય છે. ચંદ્ર ઉચ્ચનો તથા સ્વગ્રહી હોય તો વેપારમાં અણધાર્યા ફાયદા આપે છે.

મંગળ

યુદ્ધ, અગ્નિ અને સાહસિક કાર્યોના વ્યવસાયો લશ્કર, પોલીસ, એન્જિનિયર, રસાયણ, વિજ્ઞાની, ફાર્મસી, રંગ, ભવનનિર્માણ, ઈંટોનો વ્યવસાય, જંતુનાશક દવાઓ હોય છે. મંગળના પ્રભાવ નીચે જમીન, ન્યાયાધીશ (મેજિસ્ટ્રેટ), સૈનિક અને લશ્કરી કર્મચારીઓ પણ આવે છે. ઉચ્ચનો મંગળ તથા સ્વગ્રહી મંગળ ઊંચા હોદા અને લાભ આપે છે.

બુધ

સંશોધન, અભ્યાસ, શિલ્પ, તત્ત્વજ્ઞાન, જ્યોતિષ વિદ્યા અને પશુપક્ષી પાળવાનો ધંધો. વકીલો (એડવોકેટ) બુધ-ગુરુ ઉત્તમ શિક્ષણશાસ્ત્રી, બુધ-શુક્ર ઉત્તમ કલાકાર, બુધ-શનિ તત્ત્વજ્ઞાની તથા પ્રતિભાશાળી અને વૈજ્ઞાનિક સંશોધન કરનાર વ્યક્તિ હોય છે. એકાઉન્ટ, સેલ્સમેન, મેનેજર વગેરે કર્મચારી પણ બુધના પ્રભાવમાં હોય છે. ઉચ્ચનો બુધ અને સ્વગ્રહી બુધ ઉત્તમ ફળ આપે છે.

ગુરુ 

વૈદિક જ્ઞાન, ધર્મગુરુ, ધર્મશાસ્ત્રોના શિક્ષક, પુરોહિત, કર્મકાંડી, કથાવાચક વગેરેનો વ્યવસાય હોય છે. ગુરુ-શનિની યુતિ આધ્યાત્મિક ગુરુઓનું સર્જન કરે છે. પ્રકાશકો અને પુસ્તક વિક્રેતાઓના વ્યવસાય ગુરુના પ્રભાવમાં હોય છે. પ્રબળ ગુરુ સ્વગ્રહી તથા ઉચ્ચનો ગુરુ લોકપ્રિય તથા સિદ્ધાંતવાદી અને રાજા જેવું સુખ આપે છે. ગુરુ-સૂર્ય, ગુરુ-મંગળ ઊંચા હોદા, જશ તથા નાણાકીય બળ આપે છે તથા શુભ ગુરુ સાથેના ગ્રહો વ્યાપારમાં, નોકરીમાં તથા જે તે વ્યવસાયમાં આધિપત્ય આપે છે.

શુક્ર 

વ્યાપાર, વાણિજ્યનો વ્યવસાય, હીરામોતી વગેરે ઝવેરાત અને વસ્ત્રોના વ્યવસાયીઓ, સુગંધિત દ્વવ્યના વ્યવસાય. મોજશોખની તથા લકઝુરિયસ ચીજ-વસ્તુઓનો વ્યાપાર. ગુરુ શુક્રની યુતિ બેંકના મોટા અધિકારીઓનો વ્યવસાય. શુક્ર-શનિની યુતિ ઉચ્ચ અભિનેતા અને નિર્માતાઓની કુંડળીઓ તથા નાટયકાર, થિયેટર માલિકોની કુંડળીમાં હોય છે. ગાય, બળદ અને સ્ત્રીઓને લગતા વ્યવસાય તથા શુક્રપ્રધાન વ્યક્તિઓ સચિવાલયમાં નોકરી કરતી હોય છે.

શનિ 

લોહ, તેલ, ખનિજ અને કાળી વસ્તુઓનો વ્યવસાય સૂચવે છે.યંત્રકાર્ય, સટ્ટા-જુગાર, સુથારી-લુહારીકામ, લાકડું, ચામડાનો વેપાર, પથ્થર, ફોટો, પોસ્ટમેન, વાહનવ્યવહાર, બળતણ અને પશુસંબંધી ક્ષેત્રોના વ્યવસાય સૂચવે છે, શિક્ષા કરનાર અધિકારી, જેલના કર્મચારી વગેરે કર્મચારીઓ તથા કાર્યક્ષેત્રો સાથે શનિનો સંબંધ છે. ઉચ્ચનો શનિ તથા સ્વગ્રહી શનિ આધ્યાત્મિક તાકાત તથા દીર્ઘદૃષ્ટિ તથા આયોજન કરવાની શક્તિ આપે છે.

રાહુ-કેતુ

નીચ વર્ણના ધંધાઓ, મજૂરીપ્રધાન કાર્યો, જંતુનાશક વ્યવસાય, શિકારના વ્યવસાયો, જેલના કર્મચારીઓ, મૃત્યુ સાથેના સંબંધિત કાર્યો રાહુ-કેતુથી પ્રભાવિત હોય છે.

વિશેષ હકીક્તો

દશમા ભાવમાં બળવાન સૂર્ય સરકારી હોદ્દો અપાવે છે. સૂર્ય ઉપર ગુરુની દૃષ્ટિ ધાર્મિક સંસ્થા, દેવાલયમાં હોદ્દો આપે છે. ટ્રસ્ટી તથા મેનેજર બનાવે છે. સૂર્ય ઉપર શનિની દૃષ્ટિ હોય તો જાતક નીચવૃત્તિનું કામ કરે છે. સૂર્યરાહુની યુતિ હોય તો જાતક મલેચ્છને ત્યાં કામ કરે છે. સપ્તમેશ અને દશમેશની યુતિ જાતકને પર્યટન વ્યવસાયમાં લઈ જાય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન