આ ફ્રૂટ ખાવાથી શરીરની બીમારીઓ થશે દૂર, વધુ જાણવા માટે કરો ક્લિક - Sandesh
NIFTY 10,894.70 +77.70  |  SENSEX 35,511.58 +251.29  |  USD 63.8450 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • આ ફ્રૂટ ખાવાથી શરીરની બીમારીઓ થશે દૂર, વધુ જાણવા માટે કરો ક્લિક

આ ફ્રૂટ ખાવાથી શરીરની બીમારીઓ થશે દૂર, વધુ જાણવા માટે કરો ક્લિક

 | 3:43 pm IST

શિયાળામાં લોકો પોતાનું સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખતા હોય છે. કેમ કે, આ સીઝનમાં બીમાર થવાનો ડર બધા લોકોને લાગતો હોય છે. બીમારીને દૂર રાખવા માટે લોકો પોતાના ડાયટમાં હેલ્ધી વસ્તું જેમ કે ગરમ મસાલા, ફ્રૂટ અને શાકભાજી સામેલ કરે છે. પરતું તે છતાં પણ કેટલીક સમસ્યાઓ થાય છે. તેવામાં શિયાળામાં મળતા ખાટ્ટા કમરક એટલે કે સ્ટાર ફ્રૂટનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને દૂર કરે છે. કેલરી, વિટામિન સી અને મિનરલ્સથી ભરપૂર કમરકનું સેવન તમારી હેલ્થની સમસ્યાને દૂર કરે છે. આજે અમે તમને જણાવીશું કે એક કમરકનું સેવન ઘણી બધી સમસ્યાને દૂર કરે છે.

કમરક ખાવાથી થશે અનેક લાભ :

1. ત્વચા સંબંધી સમસ્યા :

શિયાળામાં ત્વચા સંબંધી સમસ્યા એક સામાન્ય વાત છે. તેવામાં કમરકનું સેવન સ્કિન ઈન્ફેક્શન, શુષ્કતા, રેશીઝ અને ખંજવાળ જેવી સમસ્યાને દૂર કરે છે.

2. રોગ પ્રરિકારક શક્તિ વધારે છે :

પોષક તત્ત્તવો અને વિટામિન-સી થી ભરપૂર સ્ટાર કમરકનું સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી તમે શિયાળામાં થતી સમસ્યાઓથી બચી શકો છો. તે સિવાય તેનાથી શરીરમાં એનર્જી પણ રહેશે.

3. કેન્સર :

તેમાં રહેલા એન્ટી-ઓક્સિડેન્ટ તત્ત્તવ શરીરમાં કેન્સરની કોશિકાઓને વધતા રોકે છે. તેનાથી તમે કેન્સર જેની મોટી બીમારીથી બચી શકો છો. તે સિવાય તેનું સેવન કરવાથી પેટમાં કૃમિની સમસ્યાથી છૂટકારો મળે છે.

4. ભૂખ ના લાગવી :

આ સીઝનમાં મોટાભાગનો લોકોને ભૂખ નથી લાગતી હોતી, તેનાથી શરીર કમજોર થઈ જાય છે અને સાથે સાથે કેટલીક બીમારીઓ પણ થાય છે. તેવામાં દરરોજ સવારે કસરકના જયૂસમાં ખાંડ નાખીને પીવું. તેનાથી 3-4 દિવસમાં અસર જોવા મળશે.

5. ડેન્ડ્રફ :

શિયાળાની સીઝનમાં મોટા ભાગનો લોકોને વાળમાં ખોડો થતો હોય છે. તેવામાં કમરક અને બદામનું તેલ મિક્સ કરીને તેને સપ્તાહમાં 2 વખત લગાવવું.
તેનાથી ડેન્ડ્રફની સમસ્યામાંથી છૂટકારો મળશે.

6. હૃદયની બીમારી :

તેમાં રહેલા વિટામિન બી9, રાઈબોફ્લેવિન, એન્ટી-ઓક્સિડેન્ટ અને ફોલિક એસિટ શરીરને હૃદયની બીમારીઓથી દૂર રાખે છે. તે સિવાય દરરોજ તેનું સેવન કરવાથી હાર્ટ અટેક પણ નથી આવતો.

7. આંખો માટે ફાયદાકારક :

મેગ્નેશિયમ અને વિટામિન બી6 હોવાને કારણે તે આંખો માટે ફાયદાકારક છે. તેનાથી આંખોમાં લાલસ, સોજો, દુઃખાવો પાણી નિકળવું અને ઓછું દેખાતું હોય તેવી સમસ્યા દૂર થાય છે.