In World Cup 2019 Score Can Be Around 500 Runs Too
  • Home
  • Sports
  • Cricket
  • આ વર્લ્ડ કપમાં 500 રનનો સ્કૉર પણ બનશે, ઇંગ્લેન્ડની ટીમનાં અધિકારીનો દાવો

આ વર્લ્ડ કપમાં 500 રનનો સ્કૉર પણ બનશે, ઇંગ્લેન્ડની ટીમનાં અધિકારીનો દાવો

 | 4:53 pm IST

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરની સીરીઝમાં રનોનાં ઢગલા થઈ રહ્યા છે. આ જોઇને લાગી રહ્યું છે કે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બૉર્ડે સત્તાવાર રીતે ફેન્સ સ્કૉરબૉર્ડની ડીઝાઇન તૈયારી કરી છે, જેમાં ટીમનો સ્કૉર સ્કેલ 500 સુધી કરી દેવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડનાં મેદાનોની ખાસિયત પ્રિટેંડ સ્કૉરકાર્ડ પણ છે, જે રમત બાદ દર્શકોને અથવા બે પાઉન્ડમાં આપવામાં આવે છે, જે તેમની યાદો બનીને રહે છે.

એક રીપોર્ટ અનુસાર, ‘દર્શકો દ્વારા ખરીદવામાં આવનારા સ્કૉરકાર્ડમાં રનોનો રેકૉર્ડ હોય છે. વર્લ્ડ કપ માટે પહેલા આવા સ્કૉર કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં સ્કૉર 400 રન થઈ શકે છે. ગત અઠવાડિયે ટૂર્નામેન્ટનાં નિર્દેશક સ્ટીવ એલવર્દીએ અનુભવ્યું કે આને નવેસરથી તૈયાર કરવામાં આવવું જોઇએ જેથી 500 રન પણ નાંખી શકાય.’ ઇંગ્લેન્ડે ગત વર્ષે ઑસ્ટ્રેલિયા સામે વન ડે મેચમાં 6 વિકેટે 481 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામે અત્યારે ચાલી રહેલી સીરીઝની બીજી વન ડેમાં ઇંગ્લેન્ડે 3 વિકેટે 373 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને પણ 361 રન બનાવ્યા હતા. સપાટ પિચો પર 500 રનનો સ્કૉર પણ વર્લ્ડ કપમાં બને તો નવાઈ નહીં.

ઈસીબીનાં મુખ્ય કાર્યકારી ટૉમ હૈરીસને કહ્યું કે, “અમારે સ્કૉર કાર્ડની સ્કેલ બદલવી પડી. આને 500 કરી દેવામાં આવ્યું છે. કોણ જાણે છે કે આ વર્લ્ડ કપમાં 500 રનનો ઇતિહાસ પણ બની જાય.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન