Inauguration of mask in tailor section by prisoners of Sabarmati Central Jail
  • Home
  • Ahmedabad
  • સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓએ કોરોના સામે આપી મોટી લડત, રૂપિયાનો થયો ધોધમાર વરસાદ

સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓએ કોરોના સામે આપી મોટી લડત, રૂપિયાનો થયો ધોધમાર વરસાદ

 | 7:32 pm IST

કોરોના વાયરસનો વ્યાપ વધતા શહેર અને દેશમાં માસ્કની અછત સર્જાઈ હતી. તેવા સમયે સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા દરજી વિભાગમાં માસ્ક બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. અને જેનો લાભ જેલ વિભાગને મળી રહ્યો છે. કારણ કે માત્ર 20 દિવસમાં જેલની આવકમાં 2.29 લાખનો વધારો નોધાયો છે. ઉપરાંત જેલના કેદીઓ દ્વારા બનાવેલા માસ્કનુ વેચાણ પણ વધી રહ્યુ છે. જોકે માસ્કનો વધુ ઓર્ડર મળતા જેલ સત્તાધીસોએ માસ્કનુ ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

કોવિડ-19 એટલે કે કોરોના વાયરસે ગુજરાતમા અને દેશમાં પગપેસારો કર્યો તે પહેલા જ દેશમાંથી માસ્કની આવક અન્ય દેશોમાં થવા લાગી હતી અને તેના કારણે દેશમાં માસ્કની તંગી સર્જાઈ હતી, આ સમયે રાજ્યની જેલના કેદીઓને અને સરકારી વિભાગોમાં માસ્ક મળી રહે તે માટે સાબરમતી સેન્ટ્રલ જેલના દરજી વિભાગમાં માસ્ક બનાવવાની શરૂઆત કરવામાં આવી. 20 દિવસ પહેલા થયેલી શરૂઆત બાદ જેલની આવકમાં અચાનક ઉછાળો આવ્યો કારણ કે 10 રૂપિયાની કિમંતે વેચાતા માસ્ક ખરીદવા ઓર્ડર મળવા લાગ્યા, જેના કારણે જેલને 2.29 લાખની માતબર રકમ 20 દિવસમા થઈ.

11 માર્ચે જેલ પ્રસાશન દ્વારા માસ્ક બનાવવાની શરૂઆત કરી હતી. અને 20 દિવસના અંતે 25 હજાર માસ્ક બનાવી 20 હજાર માસ્ક વેચાણ કરવામાં આવ્યા. ઉપરાંત 3000 માસ્ક તાત્કાલીક સ્ટોક માટે રાખ્યા છે. જેલના 26 પાકા કામના કેદી અને 13 પાકા કામની મહિલાઓ દ્વારા રોજના 2000 માસ્કનુ ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન અને વેચાણ બાદ તમામ કેદીને 1 માસ્કના 50 પૈસા વળતર આપવામાં આવે છે. જેથી કેદી પણ પોતાની રોજગારી મેળવી શકે છે.

માત્ર 20 દિવસમાં 2.29 લાખની આવક કરનાર સાબરમતી સેન્ટ્રલ જેલ રાજ્યની સૌ પ્રથમ જેલ બની છે. રાજ્યની તમામ જેલ, એસ.ટી વિભાગ, જેલ દવાખાના, સંસ્કાર સ્કુલ આણંદ, સેસન્સ કોર્ટ, ગુજરાત કેન્સર હોસ્પિટલ. મહિલા ક્રાઈમ બ્રાંચ. મરીન ટાસ્ક ફોર્સ જેવી સંસ્થાને માસ્ક પુરા પાડવામાં આવ્યા છે. એટલે કે જરૂરીયાતના સમયે સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીના કારણે લોકોની મદદ પણ થઈ અને જેલની આવક પણ વધી છે. તેથી માસ્કનુ ઉત્પાદન આગામી સમયમાં પણ ચાલુ રાખવાનો જેલ પ્રસાશને નિર્ણય કર્યો છે.

આ વીડિયો પણ જુઓ: ઈટાલીથી આવેલા ગુજરાતીઓ યુવકો હજુ કવોરોટાઈન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન