સોહા અલી ખાન અને કુણાલ ખેમુની દીકરીની આંખો કેમ છે આવી? - Sandesh
  • Home
  • Photo Gallery
  • સોહા અલી ખાન અને કુણાલ ખેમુની દીકરીની આંખો કેમ છે આવી?

સોહા અલી ખાન અને કુણાલ ખેમુની દીકરીની આંખો કેમ છે આવી?

 | 2:18 pm IST

કુનાલ ખેમુ અને સોહા અલી ખાનની દીકરી ઇનાયા ઘણી જ પોપ્યુલર છે. તૈમૂરની જેમ ઇનાયાનાં ફોટો પણ ઘણા વાયરલ થાય છે. ઇનાયાની આંખો ઘણી જ સુંદર છે. ગ્રે-ગ્રીન કલરની આંખો ઇનાયાની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવે છે. તાજેતરમાં જ કુણાલ ખેમુએ પોતાની દીકરીની સુંદર આંખોનું રહસ્ય ખોલ્યું હતું.

કુણાલ ખેમુએ કહ્યું, “મારી અને સોહાની આંખોનો કલર ડાર્ક છે, મારી દાદી અને Grand-Auntની આંખોનો કલર થોડોક લાઇટ છે. કદાચ આમનામાંથી જ કોઇકની આંખોના કલર કોમ્બિનેશનથી ઇનાયાની આંખો આટલી એક્સપ્રેસિવ છે.”

તૈમુરની આ બહેનની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર ઘણી જ વાયરલ થાય છે. બંને સોશ્યલ મીડિયા પર ફેવરેટ ચાઇલ્ડ છે. કેમેરાની નજર હંમેશા તેમના પર રહે છે.