Incarnation of Lord Shankara: Kalabhairav
  • Home
  • Astro
  • કાળભૈરવને ક્રૂર માનવા ભૂલ ભરેલું કારણ કે…

કાળભૈરવને ક્રૂર માનવા ભૂલ ભરેલું કારણ કે…

 | 3:10 pm IST
  • Share

  • શિવપુરાણમાં ભૈરવનાથને ભગવાન શંકરનું રૂપ જ ગણવામાં આવે છે, તેઓ પાલનહાર છે

  • ભગવાન ભૈરવનાથજી મંત્ર, તંત્રની વિદ્યાઓના જ્ઞાતા છે. ભૈરવનાથજી સાક્ષાત્ રુદ્ર છે

     

કારતક વદ આઠમના શુભ દિવસે ભગવાન શંકર, ભૈરવ સ્વરૂપે પ્રગટ થયા હતા, તેથી આ દિવસને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમીના નામે ઓળખવામાં આવે છે. ભગવાન ભૈરવના સ્મરણમાત્રથી જ તમામ પ્રકારનાં પાપ તથા કષ્ટ દૂર થાય છે. ભૈરવજીની પૂજા-ઉપાસના મનોવાંછિત ફ્ળ આપનારી હોય છે. ભૈરવાષ્ટમીના દિવસે વ્રત તથા ષોડ્શોપચારે પૂજન કરવું શુભ ફળદાયક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે શ્રી કાલભૈરવનું દર્શન તથા પૂજન તમામ પ્રકારના ડર કે ભયને દૂર કરે છે.  

ભગવાન ભૈરવનાથજી મંત્ર, તંત્રની વિદ્યાઓના જ્ઞાતા છે. સાક્ષાત્ રુદ્ર છે. શિવપુરાણમાં ભૈરવજીને ભગવાન શંકરનું રૂપ કહેવામાં આવ્યા છે. તેઓ સૃષ્ટિના રચનાકાર, પાલનહાર અને સંહારક છે. તેમનો આશ્રાય મેળવીને ભક્તો નિર્ભય બની જાય છે તથા તમામ પ્રકારનાં કષ્ટોમાંથી મુક્તિ મળે છે. ભૈરવનાથ પણ પોતાના ભક્તોની હંમેશાં રક્ષા કરે છે. તેમનું સ્વરૂપ અને તેમની સાથે જોડાયેલી કેટલીક ખોટી માન્યતાઓને કારણે લોકો તેમને ક્રૂર દેવતા સમજે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. કલ્યાણકારી શિવમાંથી જેમની ઉત્પત્તિ થઈ હોય તેઓ કોઈના માટે ક્રૂર હોઈ જ ન શકે.  

કાલભૈરવજી વિશે રુદ્રયામલ તંત્ર અને જૈન આગમોમાં વિસ્તારથી વર્ણન જોવા મળે છે. કાલભૈરવની સાત્ત્વિક, રાજસિક અને તામસિક એમ ત્રણ વિધિઓમાં ઉપાસના કરવામાં આવે છે. તેમની પૂજામાં અડદ અને તેમાંથી બનેલી વાનગીઓ જેમ કે દહીંવડાં, વડાં વગેરેનો સમાવેશ થાય છે. ચમેલીનાં ફ્ૂલ તેમને પ્રિય છે. ઘણી જગ્યાએ કાલભૈરવને મદિરા પણ ચઢાવવામાં આવે છે. તે અંગે એવું માનવામાં આવે છે કે તેનાથી તેઓ જલદી પ્રસન્ન થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો