Incident in West Midland, UK, a couple brutally murdered a 6-year-old son
  • Home
  • Top News
  • શેતાન પણ આવું ના કરે! 6 વર્ષના બાળકની 130 વખત ઘા મારી હત્યા

શેતાન પણ આવું ના કરે! 6 વર્ષના બાળકની 130 વખત ઘા મારી હત્યા

 | 8:35 pm IST
  • Share

  • પિતા અને સાવકી માતાએ બાળકની હત્યા કરી
  • સાવકી માતાએ 6 વર્ષના બાળકને જેર આપ્યું
  • 130 વખત બાળક પર વાર કરી નિર્દયતાથી હત્યા કરી

એવું કહેવાય છે કે માતા-પિતા માટે તેમના બાળકો કરતાં વધુ મહત્વનું કંઈ નથી. ખાસ કરીને જો બાળક નાનું હોય તો તેના પ્રત્યેનો પ્રેમ વધી જાય છે. જોકે એક કપલે આ વાતને ખોટી સાબિત કરી હતી. પ્રેમમાં અડચણ બનતા પિતા અને સાવકી માતાએ પહેલા 6 વર્ષના પુત્રને ઝેર આપી દીધું. ત્યારપછી 130 વખત વાર કરીને તેની નિર્દયતાથી હત્યા કરી નાંખી.

બ્રિટેનના વેસ્ટ મિડલેન્ડની ઘટના

મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના બ્રિટેનના વેસ્ટ મિડલેન્ડ શહેરની છે. થોમસ હ્યુજસ (29) તેની પત્ની ઓલિવિયા (26) અને પુત્ર આર્થર (6) સાથે આરામદાયક જીવન જીવી રહ્યા હતા. પરંતુ તેની પત્નીનું કોઈની સાથે અફેર હતું. જ્યારે ઓલિવિયાના પ્રેમીએ તેની સાથે સંબંધ તોડવાની કોશિશ કરી ત્યારે તેણે તેમે છરીના ઘા મારીને તેની હત્યા કરી દીધી. જેના કારણે તેને ગત વર્ષે 18 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

જ્યારે થોમસ હ્યુજસની પત્નીનું કોઈ અન્ય પુરૂષ સાથે અફેર ચાલી રહ્યું હતું. પછી તે પોતે પણ એમ્મા ટસ્ટિન (32) નામની મહિલા સાથે સંબંધમાં હતો. તેની પત્ની જેલમાં ગયા પછી થોમસ તેના પુત્ર આર્થર સાથે એમ્મા ટસ્ટિનના ઘરે શિફ્ટ થયો. થોડા સમય માટે બધું બરાબર હતું પરંતુ પછીથી એમ્મા તેની લવ લાઈફમાં આર્થરની હાજરી ગુમાવવા લાગી. આર્થર ઘરમાં રમતો અને રમાડતો હતો જે એમ્માને ગમતું ન હતું.

સાવકી મા ઘરમાં જ મારતી હતી

પોલીસ અનુસાર એમ્માએ થોમસ હ્યુજસને ઉશ્કેર્યો હતો અને બાળકને મારવાનું શરૂ કર્યું હતું. બાળકને ઘણા કલાકો સુધી રૂમમાં બંધ રખવામાં આવતું. તેને ખાવાનું પણ આપવામાં આવતું નહીં અને નાહવા પણ જવા દેવામાં આવતું નહીં. એક દિવસ નાના આર્થરે ફોન કરીને તેની દાદીને આ વાત કહી અને તેને લઈ જવા વિનંતી કરી. દાદીએ આ અંગે પોલીસને જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી.

ગત વર્ષે 16 જૂને પોલીસને ફોન આવ્યો હતો કે આર્થર ઘરમાં ઇજાગ્રસ્ત છે. જ્યારે પોલીસ ઘરે પહોંચી ત્યારે આર્થર તેની પીઠ પર સૂતો હતો અને તેનો શ્વાસ બંધ હતો. તેનું શરીર પીળું પડી ગયું હતું. જ્યારે બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેને કોઇ વસ્તુમાં મીઠું અથવા કોઈ ઝેરી પદાર્થ ભેળવી ખવરાવ્યો હતો, જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ તેને લાકડી કે સળિયા જેવા ભારે હથિયાર વડે 130 વાર માર મારવામાં આવ્યો હતો.

માથાથી લઇ પગ સુધી વાર કર્યા

રિપોર્ટ અનુસાર, આર્થરના પગથી લઇ માથા સુધીના ભાગમાં એવો કઇ હિસ્સો નહોતો કે જ્યાંનું હાડકું તૂટ્યુ ન હોય. બાળકના માથા, હાથ, પગ અને ધડ પર ઇજાના 93 નિશાન હતા. તેની ખોપડી, ચહેરો અને ગળા પર સૌથી વધુ 25 વાર કરવામા આવ્યા હતા. ત્યાં જ બાળકના હાથ પર 20 અને છાતિ-પેટ પચ ઇજાના 8 નિશાન મળી આવ્યા હતા. પોલીસ અનુસાર બાળકને ખુન્નસ સાથે મારી નાંખવામાં આવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો