અમદાવાદમાં સામુહીક દુષ્કર્મની ઘટના, સરકારના સબ સલામતના દાવા પોકળ - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં સામુહીક દુષ્કર્મની ઘટના, સરકારના સબ સલામતના દાવા પોકળ

અમદાવાદમાં સામુહીક દુષ્કર્મની ઘટના, સરકારના સબ સલામતના દાવા પોકળ

 | 9:03 pm IST

રામોલમાં 20 વર્ષીય વિદ્યાર્થીનીને એટીકેટીમાંથી પાસ કરાવી આપવાની લાલચ આપી ચાર શખસોએ વારંવાર સામુહિક દુષ્કર્મનો ભોગ બનાવી હોવાની ગંભીર ઘટના બહાર આવી છે. દુષ્કર્મના પરિણામે આ યુવતી ગર્ભવતી બની પણ આઠમા માસે જ પ્રસૂતિ થઈ અને મૃત બાળક અવતરતાં સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો. આઘાતજનક બાબત એ છે કે, આ ઘટનાની પોલીસને જાણ થવા છતાં રામોલ પોલીસે ચારે શખસો યુવતીને પાસ કરાવવાની લાલચ આપી રામોલ વિસ્તારના અલગ અલગ ગેસ્ટ હાઉસોમાં લઇ જઇ દુષ્કર્મ આચરતા આઠ માસનો ગર્ભ રહી ગયો હતો અને મૃત બાળકનો જન્મ થતા મામલો બહાર આવ્યો હતો. આ અંગે રામોલ પોલીસે ગુનો નોધ્યાના 24 કલાક બાદ પણ એક પણ આરોપી પકડી શકાયો નથી. સામુહીક દુષ્કર્મની ઘટના બનતા સરકારના સબ સલામતના દાવા પોકળ હોવાનુ બહાર આવ્યું છે.

અમરાઇવાડી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીને આઠેક માસ અગાઉ કોલેજમાં એટીકેટી આવી હતી. જેથી તેના સંપર્કમાં હાર્દીક, અનિકેત, ચિરાગ અને રાજ નામના શખસો આવ્યા હતા. આ ચારે શખશોએ યુવતીને એટીકેટીનું ફોર્મ ભરી આપવા અને એટીકેટી સોલ્વ કરી આપવાની લાલચ આપી હતી. લાલચ આપી યુવતીને પહેલી વખત કેફી પીણુ પીવડાવી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ ગુજાર્યો હતો. બાદમાં બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતુ આરોપીઓએ ભેગા મળી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતુ. દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો હતો અને આઠ માસ બાદ મૃત બાળકનો જન્મ થતાં મામલો બહાર આવ્યો હતો.

યુવતી પર સામુહિક દુષ્કર્મની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોધાઇ હતી. આ અંગે 24 કલાકથી વધુ સમય થઇ ગયો હતો છતાં પોલીસે એક પણ આરોપીની ભાળ મેળવી ન હતી. ઉચ્ચ અધિકારીઓ પણ જાણે આ કેસમાં આરોપીઓને છાવરી રહ્યા હોવાની ચર્ચા પોલીસ બેડામાં ઉઠવા પામી હતી. દુષ્કર્મ જેવી ગંભીર ઘટના છતાં પણ આરોપીઓને પકડવામાં પોલીસની ઢીલી નિતીથી અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે. આરોપી શુ કરે છે અને તેના પુરા નામ પણ પોલીસ શોધી શકી નથી ત્યારે સામૂહીક દુષ્કર્મ જેવી ઘટનામાં ભીનુ સંકેલવા પ્રયત્નો થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન