Include fruits and vegetables in your breakfast?
  • Home
  • Featured
  • તમારા નાસ્તામાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો છો?

તમારા નાસ્તામાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો છો?

 | 7:09 am IST

ડાયટિશિયનની કલમે । સોહિની શાહ (BS. RD – USA)

તમે તમારા નાસ્તામાં ફળોનો સમાવેશ સહેલાઈથી કરી શકો છો. પરંતુ શાકભાજીને નાસ્તામાં લેવી થોડી અઘરી છે.

અહીં તમે નાસ્તામાં ફળ અને શાકભાજી કઈ રીતે લઈ શકો તેની થોડી ટિપ્સ આપેલી છે.

  • ઓટમીલ (દલિયા) સાથે તમે દ્રાક્ષ અને સમારેલી ખજૂર લઈ શકો છો. જાંબુન, સ્ટ્રોબેરી અને કેળાની સાથે અનાજ લઈ શકો અને તેની સાથે ચરબીમુક્ત દૂધ લો.
  • ઓટસની તમે વેજિટેબલ ઉપમા બનાવી શકો જેમાં ડુંગળી, ટામેટાં કેપ્સિકમ વગેરે ઉમેરી શકો જેથી ઉપમા સ્વાદમાં ખૂબ સારી લાગે.
  • સમારેલી તાજી પાલકની ભાજી, મશરૂમ અને ટામેટાના કટકા તમે ઈંડાં બનાવવામાં કે ઓમલેટમાં નાખી શકો.
  • નાસ્તામાં સેન્ડવિચ બનાવો : ઘઉંની બ્રેડ લો તેમાં ઓછી ફેટવાળુ મગફળી (પીનટ બટર) બટર લગાવો, કેળાના કટકા મૂકી શકો. કાકડી, ટામેટાં, ડુંગળી, બટાટાંની સ્લાઇઝ વગેરે મૂકી સ્વાદિષ્ટ સેન્ડવિચ તૈયાર કરી શકો.
  • બ્રેડ કે મફીન લઈ તેને પેનકેકમાં લોખંડની જાળી મૂકી તેના પર ગોઠવો અને તેમાં છીણેલું ગાજર કે ઝૂચીની ઉમેરો.
  • ફ્રેશ ગાજરનો જ્યૂસ મિક્સચર ગ્રાઇન્ડરમાં કાઢી લો. તેમાં નારંગીનો રસ ઉમેરો અને તમારો સવારનો નાસ્તો તૈયાર.
  • નાસ્તામાં બરીટો બનાવો : જેમા તમે ઓછી ચરબી ધરાવતી ચીઝનો ઉપયોગ કરો. સ્ક્રેમ્બલ્ડ ઇંડા અને કેપ્સિકમના ટુકડા કરી ઘઉંના ટોરટીલા બનાવી શકો. તમે નોનસ્ટિક પેનમાં વેજિટેબલ અને ચીઝના કસાડીયા પણ નાસ્તામાં બનાવી શકો.
  • ફળની ડિશ તૈયાર કરો : સિઝનના ૩થી ૪ જુદા જુદા ફળો સમારી તેની ડિશ ફુદીનાના પાંદડાં સાથે સર્વ કરો.
  • શક્કરિયા કે બટાટાંનું મિશ્રણ : બટાટાં કે શક્કરિયાને છીણીને તેને બાફિલો અથવા ઔમાઇક્રોવવમાં ૩ મિનિટ ગરમ કરી લો. પાણી નિતારો પછી તેને ફ્રાઇંગ પેનમાં ઓલિવ ઓઇલ મૂકી ગરમ થવા દો. જ્યાં સુધી તે કડક થાય ત્યાં સુધી ગરમ કરો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  • પૌંઆ બનાવો જેમાં તમે, ડુંગળી, ટામેટાં, બટાટાં, કોથમીર વગેરે ઉમેરી શકો.
  • પરાઠા બનાવો જેમાં તમે ફ્લાવર, ગાજર, કોથમીર, ડુંગળી, લીલા મરચાં, ફુદીનો વગેરે ઉમેરો અને સ્વાદિષ્ટ પરાઠા બનાવો.

પરાઠામાં તમે મેથી, પાલક, ફુદીનો કે મૂળાની ભાજી પણ ઉમેરી શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન