Including petrol-diesel under GST will half the cost
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • પેટ્રોલ-ડીઝલને GSTની અંદર સમાવતા આ ગણિતથી કિંમત અડધી થઇ જશે

પેટ્રોલ-ડીઝલને GSTની અંદર સમાવતા આ ગણિતથી કિંમત અડધી થઇ જશે

 | 3:31 pm IST
  • Share

શું સામાન્ય પ્રજાને પેટ્રોલ-ડીઝલની કિંમતને લઇ રાહત મળશે? આ સવાલ એટલા માટે કારણ કે જીએસટી કાઉન્સિલની બેઠક થવા જઇ રહી છે. જીએસટી કાઉન્સિલની બેઠક 17 સપ્ટેમ્બર 2021ના રોજ લખનઉમાં યોજાશે અને આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવવા અંગે ચર્ચા થઇ શકે છે. સૂત્રો અનુસાર, જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેરળ હાઇકોર્ટમાં પેટ્રોલ-ડીઝલને GSTમાં સામેલ કરવા સાથે જોડાયેલ કેરળ પ્રદેશ ગાંધી દર્શનાવેધિ, તિરૂવનંતપુરમની રિટ પીટિશન પર કેરળ હાઇકોર્ટના આદેશ પર ચર્ચા થઇ શકે છે.

પેટ્રોલ અને ડીઝલ પર લાગે છે ત્રણ પ્રકારના ટેક્સ

જણાવી દઇએ કે, પેટ્રોલ અને ડીઝલ પર ત્રણ પ્રકારના ટેક્સ અને ડ્યૂટી લાગે છે. એક્સાઇઝ, વેટ અને સેસ. હાલમાં રાજ્યોને પેટ્રોલ-ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યૂનો લગભગ 41% ભાગ મળે છે. વેટ રાજ્ય સરકાનો ભાગમાં જાય છે. જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સામેલ કરવા માટે એક્સાઇઝ ડ્યૂટી અને વેટને મર્જ કરવાનો પ્રસ્તાવ ભવિષ્યમાં તૈયાર થાય છે તો આપણે તે જોવું પડશે કે રાજ્યોના રાજસ્વને કોઇ નુક્સાન પહોંચે છે કે નહીં. પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરવાથી આપણા રાજસ્વની કમાણી પર પડતી અસરનું આંકલન બાદ જ આપણે આ અંગે પોતાનું સ્ટેન્ડ નક્કી કરી શકીશું.

અહિંયા સરળ ભાષામાં સમજો, પેટ્રોલ-ડીઝલ પર નફા-નુક્સાનનું તમામ ગણિત

અત્યારે દિલ્હીમાં પેટ્રોલ પર લગભગ 55 ટકા ટેક્સ લાગે છે. જો તેને 28 ટકા જીએસટીના ઉચ્ચ સ્લેબમાં પણ સામેલ કરવામાં આવે તો ટેક્સ અડધો થઈ જશે. આનાથી દિલ્હીમાં નવીનતમ કિંમતો અનુસાર પેટ્રોલ 28 રૂપિયા સસ્તું થશે, પરંતુ પ્રશ્ન એ રહે છે કે શું રાજ્ય સરકારો આ મોટું નુકસાન સહન કરવા તૈયાર હશે? આ સૌથી મોટો પ્રશ્ન છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે વધારાના ટેક્સ લાદીને આ નુકસાનની ભરપાઈ પણ એક વિકલ્પ છે. પરંતુ શું આના પર સંમતિ થશે?

આ રીતે વધે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. જો કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારોના વેટ દૂર કરવામાં આવે તો ડીઝલ અને પેટ્રોલનો દર આશરે 50થી 50% ઘટી જશે. પરંતુ કેન્દ્ર કે રાજ્ય સરકાર બંને કોઈપણ કિંમતે ટેક્સ પાછો ખેંચી શકતા નથી. કારણ કે આવકનો મોટો હિસ્સો અહીંથી આવે છે. આ નાણાંથી વિકાસ થાય છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં ચર્ચાને કારણે આ મામલો ગરમાયો છે. હકીકતમાં આ રિટ પિટિશનની સુનાવણી દરમિયાન, 21 જૂન 2021ના રોજ કેરળ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે જીએસટી કાઉન્સિલે પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવા સંબંધિત અરજી ભારત સરકારને મોકલવી જોઈએ. કેરળ પ્રદેશ ગાંધી દર્શનાવેધ, તિરુવનંતપુરમ દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશન જીએસટી કાઉન્સિલને જીએસટી હેઠળ પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવાનો નિર્દેશ માંગતા કેરળ હાઇકોર્ટના આદેશની આસપાસ ફરે તેવી ધારણા છે. 21 જૂન 2021ના રોજ જીએસટી કાઉન્સિલને યોગ્ય નિર્ણય લેવા માટે ભારત યુનિયનને જીએસટી હેઠળ પેટ્રોલ અને ડીઝલના સમાવેશ માટે રજૂઆત મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. હાઇ સ્પીડ ડીઝલ અને મોટર સ્પિરિટ (પેટ્રોલ) ઉપરાંત જીએસટી કાઉન્સિલ પેટ્રોલિયમ ક્રૂડ, નેચરલ ગેસ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) ને જીએસટીમાં સમાવવા પર પણ ચર્ચા કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન